બીએસઈ-એસએમઈ પર 385મી-કંપની હેલ્ધી લાઈફ એગ્રિટેક લિસ્ટ થઈ

મુંબઈ તા.28 જુલાઈ, 2022: બીએસઈ એસએમઈ પર 385મી કંપની હેલ્ધી લાઈફ એગ્રિટેક લિમિટેડ લિસ્ટ થઈ છે. હેલ્ધી લાઈફ એગ્રિટેકે રૂ.10ની મૂળ કિંમતના એક કરોડ ઈક્વિટી શેર્સ મૂળ કિંમતે ઓફર કરીને રૂ.10 કરોડ એકત્ર કર્યા હતા. કંપનીનો પબ્લિક ઈશ્યુ 18 જુલાઈ, 2022ના રોજ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.

હેલ્ધી લાઈફ એગ્રિટેક લિમિટેડ મહારાષ્ટ્રસ્થિત કંપની છે, જેની રજિસ્ટર્ડ ઓફિસ થાણેમાં આવેલી છે. કંપની કાચા દૂધ, મરઘાં અને કૃષિ પ્રોટક્ટ્સનું કામકાજ મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં કરે છે. કંપની દૂધ સંપાદન પ્રક્રિયા માટે ખેડૂતોની ભાગીદારી ધરાવે છે. કંપની મહારાષ્ટ્રમાં કાચા દૂધનો પુરવઠો પ્રાપ્ત કરવા જથ્થાબંધ વિક્રેતાઓ ધરાવે છે. કંપની દૂધનો પાઉડર, બેકરી ગુડ્સ, છાશ, દહીં, માખણ, ચીઝ, પનીર, દૂધ મલાઈ, ડિપ્સ, કસ્ટર્ડ, ઘી અને હેલ્ધી લાઈફ બ્રાન્ડ નામે જ્યુસીસનું વેચાણ કરે છે. હેલ્ધી લાઈફ એગ્રિટેક પોલ્ટ્રી ફાર્મ્સ પાસેથી ઉત્પાદનો પ્રાપ્ત કરી મહારાષ્ટ્રર અને કર્ણાટકમાં તેનું વેચાણ કરે છે.

કોલકાતા સ્થિત ફિનશોર મેનેજમેન્ટ સર્વિસીસ લિમિટેડ હેલ્ધ લાઈફ એગ્રિટેકની લીડ મનેજર હતી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]