નવી દિલ્હીઃ રેટિંગ એજન્સી ફિચે અગામી નાણાંકીય વર્ષ 2019-20 માટે ભારતના જીડીપી ગ્રોથનું અનુમાન 7 ટકાથી ઘટાડીને 6.8 ટકા કરી દીધું છે. દેશની અર્થવ્યવસ્થાની ગતિ આશા પ્રમાણે ન રહેવાને કારણે ફિચે આમ કર્યું છે.
ફિચે ચાલુ નાણાકીય વર્ષ માટે પણ દેશના ગ્રોથનું અનુમાન ઘટાડીને 7.2 ટકા કરવામાં આવ્યું છે. ગત વર્ષે 7.8 ટકાની આશા વ્યક્ત કરી છે. રેટિંગ એજન્સીએ ગ્લોબલ ઈકોનોમિક આઉટલુકમાં કહ્યું છે કે નાણાકીય વર્ષ 2020-2021માં ભારતની જીડીપી 7.1 ટકાના દરથી વધશે. ગત વર્ષે તેનું અનુમાન 7.3 ટકાનું હતું.
ફિચનું કહેવું છે કે આરબીઆઈએ ફેબ્રુઆરીની મોનિટરી પોલિસીની સમીક્ષાની મિટિંગમાં ઉદાર વલણ અપનાવતા રેપો રેટમાં 0.25 ટકાનો ઘટાડો કર્યો હતો. આ વર્ષે આટલો જ ઘટાડો બીજો કરવામાં આવી શકે છે. ફિચના જણાવ્યા પ્રમાણે, મોંઘવારી દર નક્કી લક્ષ્યથી નીચે રહેવાને કારણે આરબીઆઈ આ નિર્ણય લઈ શકે છે.
ફિચ અનુસાર, અમેરિકી ડોલરના મુકાબલે રુપિયો ડિસેમ્બર 2019 સુધી 72 જ્યારે 2020 સુધી 73 ના સ્તર પર જઈ શકે છે, જે ડિસેમ્બર અંત સુધીમાં 69.82ના સ્તર પર હતો. ફિચે કહ્યું કે નાણાકીય અને મૌદ્રિક નીતિઓ વૃદ્ધિ દરને વધારનારી છે અને આરબીઆઈએ પણ ગત મહીને મૌદ્રિક સમીક્ષામાં બેસ રેટ 0.25 ટકા ઘટાડી દીધો છે. ફિચે કહ્યું કે, અમે પોતાના રેટ આઉટરેટને બદલ્યો છે.