મુંબઈ તા.6 ઓક્ટોબર, 2022: માફિયા ટ્ર્રેન્ડ્સ લિમિટેડ બીએસઈ એસએમઈ પ્લેટફોર્મ પર લિસ્ટ થયેલી 394મી કંપની છે. માફિયા ટ્રેન્ડ્સે રૂ.10ની મૂળ કિંમતના 12.84 લાખ ઈક્વિટી શેર્સ રૂ.28ની કિંમતે ઓફર કરી રૂ.3.60 કરોડ એકત્ર કર્યા હતા. કંપનીનો પબ્લિક ઈશ્યુ 27 સપ્ટેમ્બર, 2022ના રોજ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.
માફિયા ટ્ર્રેન્ડ્સ લિમિટેડ ગુજરાત સ્થિત કંપની છે, જેની રજિસ્ટર્ડ ઓફિસ અમદાવાદમાં આવેલી છે. કંપની મેન્સ ફેશન જેવાં કે જીન્સ, ટી-શર્ટ્સ, ચીનોઝ, ફોર્મલ ટ્રાઉઝર્સ અને ફોર્મલ શર્ટ્સના માર્કેટિંગ અને સેલિંગમાં જોડાયેલી છે. કંપનીનો વેપાર મુખ્યત્વે વેલ્યુ રિટેલિંગની સંકલ્પના પર આધારિત છે, જેમાં કંપની વસ્ત્રોનો લેટેસ્ટમાં લેટેસ્ટ ફેશન ટ્રેન્ડ્સ ઉપલબ્ધ કરવા માગે છે. કંપની વસ્ત્રો ઉપરાંત યુવા પેઢી માટેની ચીજો પર ધ્યાન કેન્દ્રિત કરશે.
અત્યાર સુધીમાં બીએસઈ એસએમઈ પરથી 152 કંપનીઓ મેઈન બોર્ડમાં સ્થળાંતર કરી ગઈ છે. બીએસઈ એસએમઈ પર લિસ્ટેડ 393 કંપનીઓએ બજારમાંથી રૂ.4,259 કરોડ એકત્ર કર્યા છે અને એ બધી કંપનીઓનું માર્કેટ કેપિટલાઈઝેશન 4 ઓક્ટોબર,, 2022ના રોજ રૂ.60,000 કરોડ રહ્યું હતું.