નવી દિલ્હીઃ સતત છ વર્ષ સુધી નવો રેકોર્ડ બનાવ્યા પછી વર્ષ 2022માં ખરીફ અનાજ ઉત્પાદનમાં ઘટાડાની શક્યતા છે. ચોખા અને કઠોળના વાવેતરમાં ઘટાડાને લીધે એનું ઉત્પાદનમાં ઘટાડો થવાની શક્યતા છે. ગઈ કાલ સુધીના ડેટા મુજબ એક વર્ષ પહેલાંની તુલનાએ કઠોળના અને ડાંગરના વાવેચરમાં 1.5 ટકાનો ઘટાડો થયો છે. વળી, ડાંગરમાં છ ટકા સુધીનો ઘટાડો થયો છે. દેશમાં ડાંગરનો સૌથી મોટું ઉત્પાદક રાજ્ય પશ્ચિમ બંગાળ છે, જ્યાં 12.5 ટકાના ઘટાડાની શક્યતા છે. આ વર્ષે વરસાદની ઘટ રહેતેં ડાંગરના વાવેતરમાં પ્રતિકૂળ અસર પડી છે. આ સિવાય જો ખરીફ પાકોની ઊપજ ઘટે તો મોંઘવારીમાં વધારો થશે.
વર્ષ 2022-23 પાક સીઝન (જુલાઈ-જૂન)માં ચોખાના ઉત્પાદનમાં ગયા વર્ષના રેકોર્ડ સ્તર 12.9 કરોડ ટન થયું હતું, જેમાં 60 લાખથી એક કરોડ ટન સુધી ઘટાડાની શક્યતા છે, એમ ટ્રેડ એસ્ટિમેટ્સે જણાવ્યું હતું. ખરીફ પાકોનું ઉત્પાદન ઘટે તો મોંઘવારી વધે એવી શક્યતા છે. દેશમાં 80 ટકા ચોખા આ વિસ્તારોમાં પેદા થાય છે.
દેશમાં અતિવૃષ્ટિને લીધે ખરીફ પાક નષ્ટ થયો છે. કેટલાંય સ્થળોએ પાક બે દિવસ સુધી પૂરના પાણામાં ડૂબેલી રહી હતી, જેથી ખરાબ થઈ ગઈ છે. જોકે મંત્રાલયના આકલન મુજબ વરસાદ પર ખરીફ પાકો પર શી અસર રહી એની માહિતી સપ્ટેમ્બરના મધ્ય સુધી મળશે. કૃષિ મંત્રાલય 2022-23 પાક વર્ષ પહેલાં આગોતરો અંદાજ આવતા મહિને જારી કરશે.