નવી દિલ્હીઃ EPFO એ ઔપચારિક ક્ષેત્રના કામદારોને હવે યૂએએન ક્રીએટ કરવા માટે ઓનલાઈન ફેસેલિટી રજૂ કરી છે. આનાથી કર્મચારી પોતે જ ઓનલાઈન યૂએએન પ્રાપ્ત કરી શકશે. અત્યારે કર્મચારીઓને યૂએએન માટે એમ્પ્લોયર દ્વારા અરજી કરવી પડે છે. હવે ઈપીએફઓની વેબસાઈટથી પોતે જ બનાવી શકાય છે. ઈપીએફઓની આ પહેલનો ફાયદો એ થશે કે આનાથી એમ્પ્લોયર હવે પોતાના કર્મચારીઓની સાચી સંખ્યાને છુપાવી નહી શકે. સેન્ટ્રલ પ્રોવિડન્ટ ફંડ કમિશ્નર સુનીલ બર્થવાલે કહ્યું કે કોઈપણ કર્મચારી જાયારે ઈપીએફઓની વેબસાઈટ પર જઈને પોતેજ UAN પ્રાપ્ત કરી શકશે. આ યૂએએન નંબરમાં કર્મચારીના પ્રોવિડન્ટ ફંડ, પેન્શન, અને જીવન વિમા સંબંધિત જાણકારી ઉપ્લબ્ધ હોય છે.
EPFO ના નિયમો અનુસાર કોઈપણ ઔપચારિક કંપની, જેમાં 20 થી વધારે લોકો કામ કરે છે, તેણે પોતાના કર્મચારીઓને EPFO દ્વારા સામાજિક સુરક્ષા આપવી અનિવાર્ય છે. EPFO ખાતામાં કર્મચારી અને એમ્પ્લોયર 12%-12% યોગદાન આપે છે. જો કે ઘણીવાર કંપનીઓ દ્વારા પોતાના કર્મચારીઓની સાચી સંખ્યાની જાણકારી નથી આપવામાં આવતી પરંતુ હવે આ શક્ય નહી બને.