EDએ હીરો મોટોકોર્પના CMD પવન મુંજાલની રૂ. 25 કરોડની સંપત્તિ જપ્ત કરી

નવી દિલ્હીઃ ઓટો કંપની હીરો મોટોકોર્પના CMD પવનકુમાર મુંજાલની મુશ્કેલોમાં વદારો થયો છે. EDએ દિલ્હીમાં તેમની ત્રણ અચલ સંપત્તિ જપ્ત કરી છે, જેનું મૂલ્ય આશરે રૂ. 25 કરોડ છે. EDના આ કાર્યવાહી મની લોન્ડરિંગ મામલે ચાલી રહેલી તપાસથી જોડાયેલી છે. અત્યાર સુધી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ તેમની રૂ. 50 કરોડથી વધુની સંપત્તિ જપ્ત કરી ચૂકી છે. તેમની પર આરોપ છે કે તેઓ ગેરકાયદે રીતે દેશ બહાર રૂ. 54 કરોડ લઈ ગયા હતા, જે પછી DRI અને ED એ આ કાર્યવાહી કરી છે. તેમણે આ નાણાં એક ઇવેન્ટ મેનેજમેન્ટ દ્વારા વિવિધ કર્મચારીઓને નામે મોકલ્યા હતા.

EDએ ઓગસ્ટમાં મુંજાલ અને તેમની કંપનોની વિરુદ્ધ PMLA મામલો નોંધ્યો બાદ દરોડા પાડ્યા હતા. EDએ આ કાર્યવાહી મની લોન્ડરિંગ એક્ટ, 2002 હેઠળ કરવામાં આવી છે. આ પગલા પછી કંપનીના શેરો 1.50 ઘટીને રૂ. 3109.85એ ટ્રેડ કરતા હતા.

આ પહેલાં દિલ્હી પોલીસે નવ ઓક્ટોબરે પવન મુંજાલ વિરુદ્ધ FIR નોંધી છે. અહેવાલો અનુસાર  હીરો મોટોકોર્પ, પવન મુંજાલ અને અન્ય ત્રણ વિરુદ્ધ વસંત કુંજ પોલીસ સ્ટેશનમાં બનાવટીના આરોપમાં કેસ નોંધવામાં આવ્યો છે. અહેવાલો અનુસાર  આ FIR હીરો મોટોકોર્પ અને પવન મુંજાલ વિરુદ્ધ 2010 પહેલાના એક જૂના કેસમાં દાખલ કરવામાં આવી છે. આ મામલો એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) અને ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI) દ્વારા પવન મુંજાલ સામે હાથ ધરવામાં આવેલી મની લોન્ડરિંગ તપાસ સાથે સંબંધિત નથી. DRI એ સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇન-ડિરેક્ટ ટેક્સીસ એન્ડ કસ્ટમ્સ (CBIC) ની તપાસ શાખા છે.