મુંબઈ તા. 18 જાન્યુઆરી, 2023: બીએસઈ એસએમઈ પ્લેટફોર્મ પર 413મી કંપની તરીકે ઈસ્ટર્ન લોજિકા ઈન્ફોવે લિમિટેડ લિસ્ટ થઈ છે. પશ્ચિમ બંગાળની આ કંપનીએ રૂ.10ની મૂળ કિંમતના 7.53 લાખ ઈકવિટી શેર્સ શેરદીઠ રૂ.225ની કિંમતે ઓફર કરી રૂ.16.94 કરોડ એકત્ર કર્યા હતા. કંપનીનો પબ્લિક ઈશ્યુ 9 જાન્યુઆરી, 2023ના રોજ સંપન્ન થયો હતો. ઈશ્યુની લીડ મેનેજર વનવ્યૂ કોર્પોરેટ એડવાઈઝર્સ પ્રાઈવેટ લિમિટેડ હતી.
1995માં સ્થપાયેલી ઈસ્ટર્ન લોજિકા ઈન્ફોવેની રજિસ્ટર્ડ ઓફિસ કોલકાતામાં છે. તે મલ્ટી-બ્રાન્ડ રિટેલ અને રિટેલ વેચાણ તેમ જ બ્રાન્ડેડ સ્માર્ટ ફોન્સ, આઈટી હાર્ડવેર, સોફ્ટવેર અને તેને સંબંધિત સર્વિસીસ અને એક્સેસરીઝના વિતરણનું કામકાજ કરે છે.
બીએસઈ એસએમઈ પર લિસ્ટેડ 412 કંપનીઓએ બજારમાંથી રૂ.4,563.05 કરોડ એકત્ર કર્યા છે, જેનું માર્કેટ કેપિટલાઈઝેશન 16 જાન્યુઆરી, 2023ના રોજ રૂ.66,222 કરોડ હતું. અત્યાર સુધીમાં આ પ્લેટફોર્મ પરથી 160 કંપનીઓ મેઈન બોર્ડમાં સ્થળાંતર કરી ગઈ છે.