કપડાં, જૂતાં મોંઘાં થશેઃ GST કાઉન્સિલનો નિર્ણય

નવી દિલ્હીઃ સામાન્ય જનતા પર મોંઘવારીનો વધુ એક માર પડશે. જો તમે કપડાં અને જૂતાં ખરીદવાના અને પહેરવાના શોખીન હો તો તમારે ખિસ્સાંમાંથી એ માટે વધુ નાણાં ખર્ચવા પડશે. પહેલી જાન્યુઆરી, 2022થી કપડાં અને જૂતાંની કિંમતોમાં વધારો થવાની શક્યતા છે.  કપડાં અને જૂતાં પર GSTનો દર પાંચ ટકાથી વધારીને 12 ટકા થશે. જોકે દેશભરમાં વેપારીઓમાં એ માટે નારાજગી છે.

GST કાઉન્સિલે કપડાં અને જૂતાં ઉદ્યોગના ઇનવર્ટેડ શૂલ્કના માળખામાં ફેરફારની લાંબા સમયથી ચાલતી માગનો સ્વીકાર કર્યો છે. GST કાઉન્સિલે પહેલી જાન્યુઆરી, 2022થી નવા શૂલ્કના માળખાને લાગુ કરવાની વાત કહી છે. આ વધારા પછી કપડાં અને જૂતાં મોંઘાં થશે.  હાલ કપડાં અને જૂતાંનાં ઉત્પાદનો પર પાંચ ટકાથી 18 ટકા સુધી લાગે છે. GST વધ્યા પછી કપડાં અને જૂતાંની કિંમત વધશે, જેની સીધી અસર આમ આદમીના ખિસ્સાં પર પડશે.

હાલના સમયે MMF ફેબ્રિક સેગમેન્ટ (ફાઇબર અને યાર્ન)માં ઇનપુટ 18 ટકા અને 12 ટકાનો દરથી GST લાગે છે, જ્યારે MMF ફેબ્રિક પર GSTનો દર પાંચ ટકા અને તૈયાર માલના વસ્ત્રો માટે પાંચ ટકા અને 12 ટકા છે. ઇનપુટ પર GST આઉટપુટથી વધુ હોય છે અને એ જ કારણે MMF કપડાં અને કપડાંના ટેક્સેશનનો અસરકારક દર વધી જાય છે. સરકારે મેનમેડ યાર્ન ફેબ્રિક્સ પર GST ઘટાડીને પાંચ ટકા કરવાને બદલે ગારમેન્ટ પર ટેક્સ વધારી દીધો છે. જેને લીધે કપડાં અને જૂતાં વધુ મોંઘાં થઈ જશે.

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]