ઈક્વિટી સ્કીમ્સમાં રૂ.11,615-કરોડની ચોખ્ખી આવકમાં સ્ટાર-MFનો હિસ્સો 56%

મુંબઈ તા. 10 ડિસેમ્બર, 2021: દેશના સૌથી મોટા મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રિબ્યુશન પ્લેટફોર્મ બીએસઈ સ્ટાર એમએફ પર નવેમ્બર મહિનામાં ઈક્વિટી સ્કીમ્સમાં રૂ.6557 કરોડના ભંડોળની ચોખ્ખી આવક રહી છે, જે ઉદ્યોગના કુલ રૂ.11,615 કરોડમાં 56 ટકાનો હિસ્સો દર્શાવે છે. ઓક્ટોબરમાં આ પ્લેટફોર્મ પર ઉદ્યોગના રૂ. 5215 કરોડની આવક સામે રૂ.7914 કરોડનો અને સપ્ટેમ્બરમાં ઉદ્યોગના રૂ.8677 સામે રૂ.6,396 કરોડના ભંડોળની આવક રહી હતી.

બીએસઈ સ્ટાર એમએફ પર ગત નવેમ્બર મહિનામાં 1.68 કરોડ ટ્રાન્ઝેક્શન્સનો રેકોર્ડ સર્જાયો છે, જે આંકડો ઓક્ટોબરમાં 1.60 કરોડ ટ્રાન્ઝેક્શન્સનો હતો. 8 નવેમ્બર 2021ના રોજ આ પ્લેટફોર્મ પર એક જ દિવસમાં સૌથી અધિક એટલે કે 26.52 લાખ ટ્રાન્ઝેક્શન્સનો રેકોર્ડ સર્જાયો હતો. સપ્ટેમ્બરમાં એક દિવસમાં સૌથી વધુ ટ્રાન્ઝેક્શનનો આંકડો હતો 24.08 લાખ.

એકંદરે બીએસઈ સ્ટાર એમએફ દ્વારા ચાલુ વર્ષના માત્ર આઠ મહિનામાં આગલા વર્ષના સંપૂર્ણ વર્ષના 9.38 કરોડ ટ્રાન્ઝેક્શન્સ સામે ટ્રાન્ઝેક્શન્સની સંખ્યા 118 ટકા વધીને 11.08 કરોડની થઈ છે.