મુંબઈ, 7 ઓક્ટોબર, 2021: ઇલેક્ટ્રોનિક ગોલ્ડ રિસિપ્ટ્સ (ઈજીઆર)ના નવા પ્રસ્તાવિત સ્પોટ બુલિયન સેગમેન્ટના લોન્ચિંગ અને બુલિયન ડેરિવેટિવ્ઝ ઓફરિંગના વિસ્તરણની તૈયારીરૂપે દેશના બીજા ક્રમાંકના સૌથી મોટા કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ બીએસઈએ સાઉથ તમિલનાડુ જ્વેલર્સ ગિલ્ડ અને ધ બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન સાથે સમજૂતી કરાર (એમઓયુ) કર્યા છે. આ એમઓયુનો હેતુ કોમોડિટીઝ માર્કેટ અને ઈજીઆરના વિકાસ અને વૃદ્ધિ માટે પરસ્પરના જ્ઞાન અને કુશળતાને વહેંચવાનો છે.
આ જોડાણ અંગે બીએસઈના ચીફ બિઝનેસ ઓફિસર સમીર પાટીલે કહ્યું છે કે બીએસઈ તેના ઈજીઆર્સને લોન્ચ કરવા માટે નિયામક મંજૂરીની રાહ જોઈ રહ્યું છે ત્યારે ફિઝિકલ માર્કેટના સહભાગીઓ સ્કિલ, ગહનતા અને પ્રવાહિતા પ્રદાન કરશે, જ્યારે એક્સચેન્જ બુલિયન વેપારમાં આવશ્યક એવું વિસ્તૃત ફિઝિકલ નેટવર્ક સર્જશે. ઈજીઆર અને ડેરિવેટિવ્ઝનો વેપાર એક જ સ્થળે થઈ શકશે જેથી બુલિયન વેપારના કામકાજ, પ્રવાહિતા, ડિલિવરી અને યોગ્ય કિંમત સહિત સમગ્ર વેપાર માહોલમાં સુધારો થશે
આ એમઓયુનો ઉદ્દેશ્ય મૂલ્ય વેલ્યુ ચેઈનના સહભાગીઓની વૃદ્ધિ અને વિકાસને સક્ષમ કરવાનો છે અને તેમને સ્પર્ધાનો સામનો કરવા અને તેમના ભાવના જોખમો નિવારવા માટે સજ્જ કરવાનો છે. અસરકારક હેજિંગ ટૂલ્સ અને ફ્યુચર્સ મારફત ડિલિવરીઓ, ઓપ્શન્સ ઈન ગુડ્સ અને ઈજીઆર્સ વિશેની જાગૃતિ વિવિધ સેમિનાર્સ અને અન્ય કાર્યક્રમો મારફતે સંયુક્તપણે પૂરી પાડવામાં આવશે.
બીએસઈ દેશનું વૈવિધ્યપૂર્ણ એક્સચેન્જ છે અને બિલિયન વેપારમાં ઓપ્શન્સ ઈન ગુડ્સ સેગમેન્ટમાં માર્કેટ લીડર છે. આ એકમાત્ર એક્સચેન્જ છે, જે ગોલ્ડ, ગોલ્ડ મિની અને સિલ્વર-30 કોન્ટ્રેક્ટની ડિલિવરીઓ પાર પાડે છે.