બીએસઈ ઈબિક્સ-એલઆઈસીએ ઈન્સ્યુરન્સ પ્રોડક્ટ્સના વિતરણ માટે જોડાણ કર્યું

મુંબઈ તા.17 ફેબ્રુઆરી, 2022: બીએસઈ ઈબિક્સ ઈન્સ્યુરન્સ બ્રોકિંગ પ્રાઈવેટ લિમિટેડ અને  લાઈફ ઈન્સ્યુરન્સ કોર્પોરેશન (એલઆઈસી) વચ્ચે એલઆઈસીનાં પ્રોડક્ટ્સ ઓફર કરવા માટે ઈન્સ્યુરન્સ બ્રોકર એગ્રીમેન્ટ કરવામાં આવ્યું છે. આ કરાર હેઠળ બીએસઈ ઈબિક્સ તેના ગ્રાહકોને એલઆઈસીનાં લાઈફ અને હેલ્થ પ્રોડક્ટ્સ ઓફર કરશે. આ ભાગીદારીનો હેતુ ગ્રાહકોને ટેકનોલોજીકલ ઈનોવેશન્સ મારફત શ્રેષ્ઠ સર્વિસીસ પૂરી પાડવાનો છે.

આ પ્રસંગે બીએસઈના મેનેજિંગ ડિરેક્ટર અને એમડી આશિષકુમાર ચૌહાણે કહ્યું કે અમારો હેતુ દેશના પ્રત્યેક નાગરિક સુધી પહોંચવાનો અને તેમને આવશ્યકતા મુજબ ઈન્સ્યુરન્સ સોલ્યુશન્સ પૂરા પાડવાનો છે. અમારી એલઆઈસી સાથેની ભાગીદારી માત્ર સંબંધિત ઈન્સ્યુરન્સ પ્રોડક્ટ્સ જ નહિ કિંતુ ડિજિટલ પહેલ દ્વારા ગ્રાહકોને સર્વશ્રેષ્ઠ સર્વિસીસ પણ પૂરી પાડશે. એ ઉપરાંત બીએસઈ ઈબિક્સની ડિજિટલ સુવિધાઓની સહાય દ્વારા ગ્રાહકો યોગ્ય પોલિસીઓની પસંદગી પણ કરી શકશે.

વિમો એ જોખમ ઘટાડવા માટેનું સાધન છે જે વ્યક્તિઓ અને સંસ્થાઓનાં આર્થિક હિતોનું જતન કરે છે. બીએસઈ ઈબિક્સનો હેતુ ભારતના દરેક નાગરિક સુધી પહોંચવાનો અને તેમને વિમા પ્રોડક્ટ્સ પૂરાં પાડવાનો છે, જેથી તેઓ રક્ષિત અને સલામત રહે. દેશમાં પરંપરાથી લાઈફ ઈન્સ્યુરન્સ ક્ષેત્ર સતત વધતું રહ્યું છે એ જોતાં બીએસઈ ઈબિક્સ એલઆઈસી પ્રોડક્ટ્સ પૂરાં પાડશે એ મહત્ત્વપૂર્ણ ઘટના છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]