BSE ઈબિક્સ બિટા પ્લેટફોર્મ પર હવે હેલ્થ ઈન્સ્યુરન્સનું ડિસ્ટ્રિબ્યુશન શરૂ

મુંબઈ તા. 3 જૂન, 2020ઃ બીએસઈ અને ઈબિક્સ ફિનકોર્પ એક્સચેન્જ પીટીઈ લિમિટેડના સંયુક્ત સાહસ બીએસઈ ઈબિક્સ બ્રોકિંગ પ્રાઈવેટ લિમિટેડે આજે જાહેર કર્યું હતું કે તેના ઓન-ડિમાન્ડ હાઈટ-ટેક પ્લેટફોર્મ પર હેલ્થ ઈન્સ્યુરન્સનું ડિસ્ટ્રિબ્યુશન શરૂ કરવામાં આવ્યું છે. આ પ્લેટફોર્મ પર રેલિગેર હેલ્થ ઈન્સ્યુરન્સ કંપની પ્રવેશ કરી હેલ્થ ઈન્સ્યુરન્સ ઓફર કરી રહી છે.

આ પ્રસંગે બીએસઈના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ આશિષકુમાર ચૌહાણે કહ્યું કે હેલ્થ ઈન્સ્યુરન્સ લોન્ચ કરવાને પગલે ઈન્સ્યુરન્સ ડિસ્ટ્રિબ્યુશન ક્ષેત્રે અમારી સ્થિતિ મજબૂત બની છે.બીએસઈ તેની વિશ્વ સ્તરની ટેકનોલોજી અને નૈપુણ્યને ટ્રાન્ઝેક્શન પ્રોસેસિંગ અને રિસ્ક મેનેજમેન્ટમાં લીવરેજ કરવા માગે છે. બિટા મોડ દ્વારા ઈન્સ્યુરન્સ ડિસ્ટ્રિબ્યુશનની સફળતા અમે પ્રાપ્ત કરી છે  અને હેલ્થ ઈન્સ્યુરન્સ ક્ષેત્રે પણ તેનું પુનરાવર્તન થશે, એવી અપેક્ષા અમે રાખી રહ્યા છીએ. બીએસઈ અને ઈબિક્સના સંયુક્ત પ્રયાસથી ઈન્સ્યુરન્સ કંપનીઓ વધુ ગ્રાહકો પ્રાપ્ત કરી શકશે.

ઈબિક્સ ગ્રુપના ચેરમેન, પ્રેસિડેન્ટ અને સીઈઓ રોબિન રૈનાએ કહ્યું કે બીએસઈ અને ઈબિક્સકેશ દેશમાં અદ્વિતીય નેટ વર્ક ધરાવે છે. 2020ના અંત સુધીમાં મોટી સંખ્યામાં પોઈન્ટ ઓફ સેલ્સ પર્સન (પીઓએસપી) નોંધવાના લક્ષ્યને જોતાં આ સંયુક્ત સાહસ સમક્ષ વિરાટ તક ઉપલબ્ધ છે. અમે બધી સામેલ હસ્તીઓને લાભ થાય એ રીતે ઈન્સુયરન્સ ક્ષેત્રના વિતરણને દેશના ખૂણેખૂણામાં લઈ જવાનો સંકલ્પ ધરાવીએ છીએ. આ સંતુક્ત સાહસ દ્વારા અમે વિમા ખરીદીમાં માત્ર ગ્રાહકની દૃષ્ટિએ જ નહિ પરંતુ ઈન્સ્યુરર્સ વધુ અસરકારક રીતે તેમના પ્રોડક્ટનું વિતરણ કરી શકે એ દૃષ્ટિએ પણ મોટાં પરિવર્તન કરવાનું લક્ષ્ય ધરાવીએ છીએ.

બધા પ્રકારના વિમા ઉપલબ્ધ થાય એ માટે બીએસઈ ઈબિક્સ કમર્શિયલ વેહિકલ્સ, ફાયર, લાયાબિલિટી અને શોપ કીપર્સ ઈન્સ્યુરન્સ સહિતના ઈન્સ્યુરન્સ પ્રોડક્ટસનું ડિસ્ટ્રિબ્યુશન લોન્ચ કરશે.

બીએસઈ ઈબિક્સ પ્લેટફોર્મ 7 ફેબ્રુઆરી, 2020ના રોજ કાર અને ટુ-વ્હીલર્સના ઓટો ઈન્સ્યુરન્સ ઓફર કરવા સાથે લોન્ચ કરવામાં આવ્યું હતું. અત્યારે બીએસઈ ઈબિક્સ પ્લેટફોર્મ પર છ જનરલ ઈન્સ્યુરન્સ કંપનીઓ છે.