નવી દિલ્હીઃ એસસીઆઈ, બીપીસીએલ અને કોન્કોરના રણનીતિક વિનિવેશ અને પ્રબંધન નિયંત્રણના સ્થળાંતરણનો નિર્ણય આવકાર્ય પગલું હોવાનો મત ફિક્કી દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો છે.
ઓદ્યોગિક સંસ્થા ફિક્કીએ સરકારને ભારત પેટ્રોલિયમ, શિપિગં કોર્પોરેશન ઓફ ઇન્ડિયા અને કન્ટેનર કોર્પોરેશન ઓફ ઇન્ડિયાનો ભાગ વેચવાના નિર્ણયનું સ્વાગત કર્યું હતુ. આ પગલાંથી તે કંપનીઓનું પ્રદર્શન સુધરશે અને આધુનિકીકરણ અને વિસ્તાર માટે નવું રોકાણ મળશે. ફિક્કીના નવા અધ્યક્ષ સંદીપ સોમાણીએ ગુરુવારે તેમના બયાનમાં કહ્યું હતું કે સરકાર સુધારા એજન્ડાને આગળ વધારવા પગલાં ભરી રહી છે. સાથે તે ઉદ્યોગની કેટલીક સમસ્યાઓ હલ કરવા માટેનો પ્રયાસ કરી રહી છે તે ઉત્સાહવર્ધક છે.
ઉપરાંત એનએચએઆઈના નિર્દેશક મંડળને પરિચાલન અધિકાર અને પ્રયોગકર્તાઓ પાસેથી મળનાર ફીના પ્રતિભૂતિકરણ દ્વારા બેંકોની લાંબાગાળાની રોકડ મેળવવાની અનુમંતિ મળવાના નિર્ણયને પણ સકારાત્મક ઉપાય ગણાવાયો છે.એસસીઆઈ, બીપીસીએલ અને કોન્કોર વિનિવેશ અંગે વાત કરતાં સોમાણીએ એમ પણ કહ્યું કે તેનાથી સડક અને રાજમાર્ગ ક્ષેત્રને પ્રોત્સાહન મળશે અને તે સાથે સંકળાયેલાં અન્ય ક્ષેત્રોનું પ્રદર્શન પણ સુધરશે.
આંતરરાષ્ટ્રીય વિત્તીય સેવા કેન્દ્ર-આઈએફએસસીમાં વિત્તીય સેવાપ્રદાતાઓની ગતિવિધિઓની નિગરાની માટે કેન્દ્રીય નિયામકીય એકમની રચનાનો નિર્ણય લેવાથી આઈએફએસસીમાં એકમ સ્થાપિત કરવાવાળી કંપનીઓ માટે કારોબાર સુગમતાની સ્થિતિ સર્જાશે. ફિક્કીએ સરકાર દ્વારા દૂરસંચાર ક્ષેત્રને રાહત માટે લેવામાં આવેલ પગલાંનું પણ સ્વાગત કર્યું હતું.
સરકારે દૂરસંચાર કંપનીઓને સ્પેકટ્રમ હપ્તો ચૂકવવા માટે બે વર્ષની મુદત વધારી આપતાં પ્રસ્તાવને ગત સપ્તાહે મંજૂરી આપી દીધી હતી. દૂરસંચાર કંપનીઓને 2020-21 અને 2021-22ના વર્ષની સ્પેકટ્રમ હપ્તાની ચૂકવણીમાં છૂટ આપવામાં આવી છે. સોમાણીએ કહ્યું કે તેનાથી લાંબા સમયથી તણાવ સહી રહેલાં દૂરસંચાર ક્ષેત્રને થોડી રહાત મળશે.