નવી દિલ્હીઃ ગ્રાહકો પાસેથી બેંક જબરદસ્તી લોન વસૂલી ન કરી શકે. અને ન તો તેના માટે બાઉન્સર રાખી શકે છે. કેન્દ્રીય નાણાં રાજ્યપ્રધાન અનુરાગસિંહ ઠાકુરે લોકસભામાં આ વાત કહી છે. સિંહે જણાવ્યું રે રિકવરી એજન્ટોને નિયુક્ત કરવાને લઈને આરબીઆઈના સ્પષ્ટ દિશાનિર્દેશ છે. જેમની નિયુક્તિ પોલીસ વેરિફિકેશન અને અન્ય જરુરી ઔપચારિકતાઓ પૂર્ણં કર્યા બાદ થઈ શકે છે. પ્રશ્નકાળ દરમિયાન તેમણે સદનને જણાવ્યું કે કોઈને પણ જોર-જબરદસ્તીથી લોન વસૂલવાની શક્તિ નથી આપવામાં આવી. અને ન તો તે માટે તેઓ બાઉન્સર કે પહેલવાન રાખી શકે છે.
અનુરાગ ઠાકુરે જણાવ્યું કે આરબીઆઈએ આને લઈને દિશાનિર્દેશ જાહેર કર્યા છે. ગાઈડલાઈન્સ અને ફેર પ્રેક્ટિસ કોડ ફોર લેન્ડર્સ શીર્ષકથી આને જાહેર કરવામાં આવશે. તમામ બેંકોને આ દિશા-નિર્દેશો માનવા જરુરી છે. અનુરાગ સિંહ ઠાકુરે જણાવ્યું કે સર્ક્યુલર બેંકોને લોનની વસૂલી માટે ઉત્પીડન કરવાથી રોકે છે. ન તો તેઓ અસમય ગ્રાહકોને હેરાન કરી શકે છે. ન તો બળપ્રયોગ કરીને લોનની વસૂલી કરી શકે છે.
ઠાકુરે આ વાતો ગ્રાહકોની ફરિયાદના સંબંધમાં કરી છે. આરબીઆઈએ જણાવ્યું કે તેને દિશાનિર્દેશોના ઉલ્લંઘનની ફરિયાદો મળી છે. તેણે બેંકો દ્વારા થતી જબરદસ્તી લોનની વસૂલીના મામલાઓને ગંભીરતાથી લીધા છે. તેમણે કહ્યું કે આ પ્રકારે લોન વસૂલવાની ગતિવિધિઓમાં લિપ્ત બેંક વિરુદ્ધ આરબીઆઈ કડક પગલા ભરી શકે છે.
તેઓ કોઈ નિશ્ચિત ક્ષેત્રમાં એક નક્કી સમયગાળા માટે બેંક પર બેન લગાવી શકે છે. અનુરાગે કહ્યું કે જો દિશાનિર્દેશોનું ઉલ્લંઘન ચાલુ રહેશે તો આરબીઆઈ આ સમયગાળાને વધારવાનો નિર્ણય લઈ શકે છે.