એક્સિસ બેન્કે વોટ્સએપ પર બેન્કિંગ સુવિધા શરૂ કરી

નવી દિલ્હીઃ ભારતની સૌથી મોટી સીપાસ પ્રોવાઇડર તનલા પ્લેટફોર્મ્સની સંપૂર્ણ માલિકીની સબસિડિયરી કંપની કરિક્સ મોબાઇલે દેશની ત્રીજા ક્રમની સૌથી મોટી ખાનગી ક્ષેત્રની એક્સિસ બેન્કે દેશમાં કન્વર્ન્સેશનલ બેન્કિંગ સોલ્યુશન- વોટ્સએપ બિઝનેસની જાહેરાત કરી છે. આ સોલ્યુશનનો ઉપયોગ કરીને એક્સિસ બેન્કના ગ્રાહકો બેન્ક સાથે વોટ્સએપ ચેટ દ્વારા બેન્કિંગ કામકાજ કરી શકે છે.  બેન્ક સાથે ચેટ દ્વારા વ્યાવહારિક- એકાઉન્ટ બેવેન્સ ક્રેડિટની તપાસ અને ક્રેડિટ કાર્ડના બિલની રકમ તેમની નજીકની બ્રાન્ચ અથવા ATM લોકેશન –આ પ્રકારની સેવાઓ ગ્રાહકો મેળવી શકે છે.

કરિક્સમાં અમે એવા સોલ્યુશન્સને વિકસાવવા પ્રતિબદ્ધ છીએ, જેથી અમારા ભાગીદારોને ગ્રાહકોને સારા અનુભવો પહોંચાડવામાં મદદ મળે, એમ તન્લા પ્લેટફોર્મ્સ લિ.ના ચીફ બિઝનેસિસ ઓફિસર દીપક ગોયલે જણાવ્યું હતું.

એકાઉન્ટ ઓપનિંગ પ્રોસેસને ડિજિટલ કરવાથી માંડીને ગ્રાહકોને ઉત્કૃષ્ટ અનુભવ મળે એ માટે બેન્કિંગ ઉદ્યોગ માટે ક્લાઉડ કોમ્યુનિકેશન્સમાં કેટલીક પ્રણાલી તોડવામાં આવી છે.

ગ્રાહકો મિસ કોલ આપીને, SMS દ્વારા અથવા બેન્કે વેબસાઇટ પર આપેલા નંબરો દ્વારા વોટ્સએપ ચેટ દ્વારા સહેલાઈથી બેન્કિંગનો પ્રારંભ કરી શકે છે. બેન્કે બેન્કિંગ સુવિધામાં વધારો કર્યો છે.

એક્સિસ બેન્કની લોકોની સાથે સંવાદ કરવાનો ઉદ્દેશ ગ્રાહક સંદેશવ્યવહાર સરળ, ઝડપી અને આકર્ષક બનાવે છે.