કૂપર્ટિનો (કેલિફોર્નિયા) – એપલ કંપનીએ આજે સવારે અહીં તેનો નવો બહુપ્રતિક્ષિત સ્માર્ટફોન આઈફોન 11 લોન્ચ કરી દીધો છે. જેની કિંમત એણે રાખી છે 699 ડોલર. આ નવા સ્માર્ટફોનમાં વધારે સારા કેમેરા તથા વધારે ઝડપી પ્રોસેસર છે.
એપલના અત્રેના હેડક્વાર્ટરના સ્ટીવ જોબ્સ થિયેટરમાં યોજેલી એપલ ઈવેન્ટમાં iPhone 11 ઉપરાંત iPhone 11 પ્રો તથા iPhone 11 પ્રો મેક્સ ફોન પણ લોન્ચ કરવામાં આવ્યા છે. આઈફોન 11 ભારતમાં 64,900, આઈફોન 11 પ્રો રૂ. 99,900 અને આઈફોન પ્રો મેક્સ રૂ. 1,09,900ની કિંમતે મળશે.
આઈફોન11 લોન્ચ 6.1 ઈંચ લિક્વિડ રેટિના ડિસ્પ્લે, 720 પિક્સેલ રિઝોલ્યૂશનના ફીચર સાથે લોન્ચ કરાયો છે.
આઈફોન11 છ રંગમાં મળશે – બ્લેક, સફેદ, પર્પલ, લીલો, પીળો અને લાલ.
આઈફોન11 ડ્યૂઅલ કેમેરાવાળો (12 મેગાપિક્સલ) છે. એક વાઈડ કેમેરા છે અને બીજો અલ્ટ્રા-વાઈડ કેમેરા છે. આ કેમેરાથી 4K ક્વાલિટીનો વિડિયો પણ કેપ્ચર કરી શકાય છે. સાથે, સેલ્ફી કેમેરા વડે સ્લો-મોશન વિડિયો પણ બનાવી શકાય.
આ નવા ફોનનું બેટરી બેકઅપ iPhone XR વધારે સારું છે.
આ ફોનમાં વાઈ-ફાઈ 6 સપોર્ટ, ફાસ્ટર ફેસ અનલોક, વાયરલેસ ચાર્જિંગ જેવી સુવિધા તેમજ ડ્યુઅલ રિયર કેમેરા છે.
એપલે આઈફોન 11 પ્રો અને આઈફોન પ્રો મેક્સ ફોન પણ લોન્ચ કર્યા છે. આઈફોન 11 પ્રો ભારતમાં રૂ. 99,900ની કિંમતે અને આઈફોન પ્રો મેક્સ રૂ. 1,09,900ની કિંમતે મળશે.
આઈફોન 11 પ્રોમાં 5.8 ઈંચ તો પ્રો મેક્સમાં 6.5 ઈંચ રેટિના ડિસ્પ્લે છે. તદુપરાંત એમાં ડોલ્બી વિઝનની પણ સુવિધા છે.
એપલ વોચ સિરીઝ-5 રિલીઝ કરવામાં આવી છે. આ વોચ એક વાર ચાર્જ કર્યા પછી એમાં ૧૮ કલાક સુધીના બેટરી બેકઅપની સુવિધા છે.
એપલ વોચ સિરીઝ 5 (જીપીએસ)ની કિંમત રૂ. 40,900થી શરૂ થાય છે જ્યારે એપલ વોચ સિરીઝ 5 (જીપીએસ + સેલ્યુલર)ની કિંમત રૂ. 49,900થી શરૂ થાય છે. આ વોચ 20 સપ્ટેંબરથી મળવાનું શરૂ થશે.
એપલ વોચ સિરીઝ 3 હવે 199 ડોલરના ઓછા ભાવે મળશે.
એપલે આ ઈવેન્ટમાં ૭મા જનરેશનનું iPad લોન્ચ કર્યું હતું. ૧૦.૨ ઈંચ રેટિના ડિસ્પ્લેવાળા આ આઈપેડમાં અલગથી કીબોર્ડ અટેચ કરી શકાય છે. એપલનું નવું આઈપેડ મોટા સ્ક્રીનવાળુ઼ં હશે.
એપલે Apple TV+, પ્રીમિયમ સ્ટ્રીમીંગ સર્વિસ પણ લોન્ચ કરી છે. AppleTV+ એક સાથે ૧૦૦ દેશોમાં લોન્ચ કરવામાં આવશે. એની સબ્સક્રીપ્શન કિંમત ૪.૯૯ ડોલર પ્રતિ મહિનો હશે.