કોઝીકોડમાં દેશનું સૌ પ્રથમ મહિલા વ્યાપાર કેન્દ્ર બનશે

તિરુવનંતપુરમઃ મહિલા ઉદ્યમિતાને વેગ આપવાની દિશામાં મોટી પહેલ કરતા કેરળે કહ્યું, કે તે દેશનું પ્રથમ આંતરરાષ્ટ્રીય મહિલા વ્યાપાર કેન્દ્ર સ્થાપિત કરશે. આ કોઝીકોડમાં હશે. સરકારનું કહેવું છે કે સંયુક્તરાષ્ટ્ર સતત વિકાસ લક્ષ્યો પ્રાપ્ત કરવા અને લૈંગિક સમાનતા માટે આની સ્થાપના કરવામાં આવશે.

આ સરકારના સામાજિક ન્યાય વિભાગની “જેન્ડર પાર્ક” પરિયોજનાનો મહત્વપૂર્ણ ભાગ છે. આ વ્યાપાર કેન્દ્રનો ઉદ્દેશ્ય મહિલાઓને ઘરથી દૂર તેમની ઉદ્યમી ક્ષમતાઓને વેગ આપવા માટે એક સુરક્ષિત માહોલ ઉપ્લબ્ધ કરાવવાનો છે. ત્યાં પોતાના વ્યાપારનો વિસ્તાર તેઓ કરી શકશે અને પોતાના ઉત્પાદનોને વૈશ્વિક સ્તર પર પહોંચાડી શકશે.

આઈડબલ્યૂસીટીના પ્રથમ ચરણને જેન્ડર પાર્કના વિઝન 2020 લક્ષ્ય અંતર્ગત પૂર્ણ કરવામાં આવશે. આ 2021 સુધી પૂર્ણ થાય તેવી અપેક્ષા રાખવામાં આવી છે. કેરળના સ્વાસ્થ્ય અને સામાજિક ન્યાય પ્રધાન કે.કે.શૈલજાઓ કહ્યું કે જેન્ડર પાર્કની આઈડબલ્યૂટીસી પરિયોજનાની જાહેરાત કરવી મહત્વપૂર્ણ છે, તે પણ એવા સમયે કે જ્યારે મહિલાઓ પોતાના ઉદ્યોગને અપનાવી રહી છે અને સ્વરોજગારના ક્ષેત્રમાં સંભાવનાઓ શોધી રહી છે.