નવી દિલ્હીઃ એન્ટિગુઆ અને બારબૂડાના વડાપ્રધાન ગેસ્ટન બ્રાઉને કહ્યું છે કે PNB ગોટાળાના આરોપી મેહુલ ચોક્સીને ભારતને ત્યારે પ્રત્યાર્પિત કરી દેવામાં આવશે, જ્યારે તેની અરજીઓ પતી જશે. પ્રાપ્ત વિગતો અનુસાર તેમણે કહ્યું કે અમે કાયદાને માનનારા દેશ છીએ અને મામલો ન્યાયપાલિકા સમક્ષ છે. એન્ટિગુઆના વડાપ્રધાને ચોક્સીને ફ્રોડ ગણાવતા કહ્યું કે, તેણે ઘણી અરજીઓ કરી છે. અને ત્યાં સુધી આ અરજીઓ મામલે ચૂકાદો ન આવે ત્યાં સુધી અમે કંઈ ન કરી શકીએ.
તેમણે કહ્યું કે, એન્ટિગુઆ બારબૂડાને તેનાથી કોઈ લાભ નથી. વડાપ્રધાને એપણ કહ્યું કે ભારતીય અધિકારી તેની પૂછપરછ કરવા માટે સ્વતંત્ર છે. મેહુલ ચોક્સી અને તેનો ભાણીયો નીરવ મોદી એકાદ વર્ષ પહેલા એન્ટિગુઆ અને બારબૂડાએ આ વર્ષના પ્રારંભમાં નાગરિકતા આપી હતી.
આપને જણાવી દઈએ કે ઈન્ટરપોલે બે અબજ ડોલરના પીએનબી ગોટાળા મામલે મુખ્ય આરોપી નીરવ મોદીના ભાઈ નેહલ મોદી વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ જાહેર કરી છે. ઈડી આ મામલે તપાસ કરી રહ્યું છે. કહેવામાં આવે છે કે નેહલ મોદી અમેરિકામાં છે અને મુંબઈની એક કોર્ટે તેના વિરુદ્ધ બે નોનબેલેબલ વોરન્ટ જાહેર કર્યા છે. ઈડી અનુસાર નેહલ મોદી 48 વર્ષીય નીરવ મોદી અને એક અન્ય આરોપી મેહુલ ચોક્સીનો ઈનેવેસ્ટમેન્ટ એડવાઈઝર હતો.
ઈન્ટરપોલ અથવા આંતરરાષ્ટ્રીય પોલીસ દ્વારા જાહેર આરસીએન અનુસાર, નેહલ દીપક મોદીનો જન્મ બેલ્જિયમના એંટવર્પમાં ત્રણ માર્ચ 1979 ના રોજ થયો હતો અને તે અંગ્રેજી, ગુજરાતી તેમજ હિન્દી ભાષાઓ જાણે છે. કોઈ ભાગેડુ વિરુદ્ધ ચાલુ પોતાના આરસીએનમાં ઈન્ટરપોલ પોતાના 192 સભ્ય દેશોથી એ વ્યક્તિને પોતાના ત્યાં મળી આવવા પર તેની ધરપકડ કરવા માટે કહે છે ત્યારબાદ દેશ વાપસી અથવા પ્રત્યાર્પણની કાર્યવાહી શરુ કરી શકાય છે. ઈડીએ આ મામલે દાખલ કરવામાં આવેલા આરોપપત્રમાં નેહલને નામાંકિત કર્યા છે અને તેના પર સબૂતોને નષ્ટ કરવા તેમજ નીરવ મોદીની તેના કથિત ગૈરકાનૂની કાર્યોમાં જાણી જોઈને મદદ કરવાનો આરોપ છે.
ઈડીએ એક નિવેદનમાં કહ્યું કે તે નીરવ મોદીના ટ્વીન ફીલ્ડ્સ ઈન્વેસ્ટમેન્ટ્સ લિમિટેડ અને બેલી બેંકના મામલાઓની દેખરેખ કરી રહ્યો હતો. આ બંન્ને કંપનીઓને નીરવ મોદીની ડમી કંપનીઓથી આશરે પાંચ કરોડ અમેરિકી ડોલર મળતા હતા. આ રકમ પીએનબી સાથે થયેલા ફ્રોડ સાથે મળેલી હતી. ઈડીએ આરોપ લગાવ્યો હતો કે પીએનબી ગોટાળો સામે આવ્યા બાદ નેહલ મોદીએ નીરવ મોદીના નજીકના મિહિર આર ભંસાલી સાથે દુબઈથી 50 કિલોગ્રામ સોનું અને કેશ લીધા. નેહલ મોદી પર મોબાઈલ ફોન સહિત અન્ય ડિજિટલ સબૂતોને પણ નષ્ટ કરવાનો આરોપ છે.