બેજિંગઃ અમેરિકા અને ચીન વચ્ચે વ્યાપાર યુદ્ધનું એક નવું પરિણામ સામે આવ્યું છે. ઈચપી ઈંક, ડેલ, માઈક્રોસોફ્ટ અને એમેઝોન જેવી ટેક્નિકલ ક્ષેત્રની દિગ્ગજ કંપનીઓ ચીનથી પર્યાપ્ત ઉત્પાદન ક્ષમતાને સ્થળાંતરિત કરવાનો વિચાર કરી રહી છે.
એક રિપોર્ટ અનુસાર ચીનના ચોંગકિંગ અને કુશાન શહેરમાં નોટબુક ચલાવનારી એચપી અને ડેલ બંન્ને કંપનીઓ પોતાના ઉત્પાદનના 30 ટકા દેશની બહાર લઈ જવા ઈચ્છે છે. આ દીશામાં માઈક્રોસોફ્ટ એક્સબોક્સ ગેમિંગ ઉત્પાદનના ઢાંચાને સ્થાનાંતરિત કરી શકે છે, જ્યારે એમેઝોન પોતાના કેટલાક ઉપ્તાદનોને સ્થાનાંતરિત કરી શકે છે.
આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે અન્ય કમ્પ્યૂટર નિર્માતાઓ જેવાકે લેનેવો ગ્રુપ, એસર અને અસ્સિટેક પણ ચીન બહાર ઉત્પાદનનો ખ્યાલ મેળવી રહ્યા છે. રિપોર્ટ અનુસાર ચીનમાં વધતો ખર્ચ પણ ઉત્પાદન નિર્માતાઓને વિકલ્પ શોધવા મજબૂર કરી રહ્યો છે. આપને જણાવી દઈએ કે એપલ કંપની પહેલા જ ચીનથી પોતાના સ્માર્ટફોન ઉત્પાદનના 30 ટકા સુધી સ્થાનાંતરિત કરવાના વિકલ્પ પર વિચાર કરી રહી છે. ચીન વર્તમાન સમયમાં દુનિયાનો સૌથી મોટો કમ્પ્યૂટર અને સ્માર્ટફોન ઉત્પાદક દેશ છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ફોક્સકોન ટેક્નોલોજી અને ઈન્વેંટેકે ચીનના કેટલાક ઉત્પાદનને તાઈવાન અને મેક્સિકો જેવા અન્ય રાજ્યોમાં સ્થાનાંતરિત કરી દીધા છે. હવે એમેઝોન અને નિન્ટેંડો કથિત રીતે વિયેતનામને એક વિકલ્પ તરીકે શોધી રહ્યા છે, જ્યારે માઈક્રોસોફ્ટ થાઈલેન્ડ સાથે ઈન્ડોનેશિયા પર નજર જમાવીને બેઠા છે.
જો કે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું કહેવું છે કે ચીન સાથે ચાલી રહેલા વ્યાપાર યુદ્ધને સમાપ્ત કરવા માટે વાતચીત પહેલાથી જ શરુ થઈ ગઈ છે અને આગળનો રસ્તો કંટકથી ભરેલો છે. ટ્રમ્પ અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે ઓસાકામાં તાજેતરમાં જ જી-20 બેઠકમાં અમેરિકી કંપનીઓને ચીનના ટેક્નોલોજિકલ દિગ્ગજ હુઆવેઈને ઉત્પાદન વેચવાની મંજૂરી પર સહમતી વ્યક્ત કરી છે. ટ્રમ્પે શી સાથે મુલાકાત 32.5
કરોડ ડોલર મૂલ્યની ચીની આયાતો પર 10 થી 25 ટકા વચ્ચે સીમા શુલ્ક લગાવવાની ધમકી આપી છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે અમેરિકા પોતાના સીમા શુલ્કને 250 અબજ ડોલરના ચીની સામાન પર રાખી રહ્યું છે અને બેજિંગ પોતાના પ્રતિશોધી સીમા કરને 110 અબજ અમેરિકી આયાત પર ચાલુ રાખી રહ્યું છે.