મુંબઈ તા. 3 ફેબ્રુઆરી, 2022: બીએસઈ એસએમઈ પર 360મી કંપની અલ્કોસાઈન લિમિટેડ લિસ્ટ થઈ છે. અલ્કોસાઈને રૂ.10ની મૂળ કિંમતના શેર્સ રૂ.45ના ભાવે ઓફર કર્યા હતા. આ પબ્લિક ઈશ્યુ દ્વારા કંપનીએ રૂ.12.50 કરોડ એકત્ર કર્યા હતા. કંપનીનો પલ્બિક ઈશ્યુ 21 જાન્યુઆરી, 2022ના રોજ સંપન્ન થયો હતો.
અલ્કોસાઈન મહારાષ્ટ્રસ્થિત કંપની છે, જેની રજિસ્ટર્ડ ઓફિસ થાણેમાં છે. કંપની વિવિધ પ્રેઝન્ટેશન સિસ્ટમ્સ જેવી કે વિવિધ જાતનાં રાઈટિંગ બોર્ડ્સ, ડિસ્પ્લે બોર્ડ્સ, નોટિસ બોર્ડ્સ અને તેને સંલગ્ન ચીજોનું ઉત્પાદન કરે છે, જેમાં સ્ટેન્ડ્સ, સ્કૂલ બેન્ચીસ, ડેસ્ક્સ અને તેમની એક્સેસરીઝનો સમાવેશ થાય છે.
અત્યાર સુધીમાં 130 કંપનીઓ મેઈન બોર્ડમાં સ્થળાંતર કરી ગઈ છે. આ પ્લેટફોર્મ પર લિસ્ટેડ 359 કંપનીઓએ રૂ.3,811.81 કરોડ એકત્ર કર્યા છે, જેમનું માર્કેટ કેપિટલાઈઝેશન 31 જાન્યુઆરી, 2022ના રોજ રૂ.51,080.42 કરોડ છે.