નવી દિલ્હીઃ એર ઈન્ડિયાને નાણાકિય વર્ષ 2018-19 માં 4800 કરોડ રુપિયાની મોટી ખોટ ગઈ છે. એર ઈન્ડિયા પહેલાથી જ લાંબા સમયથી પૈસાની કમી સાથે ઝઝુમી રહી છે અને તે દેવાના બોજ તળે દબાયેલી છે. વધારે ઓપરેટિંગ કોસ્ટ અને ફોરેન એક્સચેન્જ લોસને લઈને કંપનીને ખૂબ મોટું નુકસાન થયું છે. એર ઈન્ડિયાને એક વર્ષમાં જેટલી ખોટ થઈ છે તેટલામાં તો એક નવી એરલાઈન્સ શરુ કરી શકાય.
ઉલ્લેખનીય છે કે દેશમાં સફળતાથી ચાલી રહેલી એરલાઈન્સ સ્પાઈસજેટનો માર્કેટ કેપિટલ માત્ર 7,892 કરોડ રુપિયા જ છે એટલે કે 8,000 કરોડ રુપિયાથી ઓછી રકમમાં જ આના એરલાઈન્સને ખરીદી શકાય છે. નાણાકિય વર્ષ 2018-19 માં એર ઈન્ડિયાની કુલ આવક 26,400 રુપિયા રહી છે. આ દરમિયાન કંપનીને 4600 કરોડ રુપિયાનો ઓપરેટિંગ લોસ ઉઠાવવો પડ્યો છે. વધતા ફ્યુઅલના ભાવ અને પાકિસ્તાનના ભારતીય વિમાનો માટે એરસ્પેસ બંધ કર્યા બાદ કંપનીને રોજ 3 થી 4 કરોડ રુપિયાની ખોટ પડી રહી છે. કંપનીના એક વરિષ્ઠ અધિકારીએ મીડિયાને માહિતી આપી કે ત્રીમાસીક ગાળામાં માત્ર પાકિસ્તાની એરસ્પેસ બંધ થવાના કારણે એર ઈન્ડિયાને 175 થી 200 કરોડ રુપિયાનો ઓપરેટિંગ લોસ થયો છે.
સરકારી આંકડાઓ અનુસાર 2 જુલાઈ સુધી એર ઈન્ડિયાને પાકિસ્તાની એરસ્પેસ બંધ થવાથી 491 કરોડ રુપિયાનું નુકસાન થઈ ચૂક્યું છે. ઉલ્લેખનીય છે કે પાકિસ્તાને પહેલા ફેબ્રુઆરીમાં બાલાકોટ સ્ટ્રાઈક બાદ પોતાનું એરસ્પેસ બંધ કરી દીધું હતું, જેને જુલાઈમાં ખોલી દેવામાં આવ્યું હતું. ત્યારબાદ કાશ્મીર સાથે જોડાયેલી કલમ 370ને ભારત સરકાર દ્વારા ખતમ કર્યા બાદ બનેલા માહોલમાં પાકિસ્તાને ફરીથી ઓગસ્ટના અંતમાં પોતાનું એરસ્પેસ બંધ કરી દીધું. આ દરમિયાન પ્રાઈવેટ એરલાઈન્સ જેવીકે સ્પાઈસ જેટ, ઈન્ડિગો, ગો-એર ક્રમશઃ 30.73 કરોડ રુપિયા, 25.1 કરોડ રુપિયા અને 2.1 કરોડ રુપિયાનું નુકસાન થયું છે.
આમ છતા પણ અધિકારીઓને આશા આ નાણાકિય વર્ષ એટલે કે 2019-20ના અંત સુધીમાં દેવાના બોજ તળે દટાયેલી એર ઈન્ડિયા ફાયદામાં આવે તેવી શક્યતાઓ છે. તેમનું કહેવું છે કે જો ઈંધણની કીંમત હવે વધારે ન વધે અને વિદેશી મુદ્રામાં વધારે ઉતાર-ચઢાવ ન આવે તો એર ઈન્ડિયાને આ વર્ષે 700 થી 800 કરોડ રુપિયાનો ઓરપેરેટિંગ પ્રોફિટ થઈ શકે છે. તેમના અનુસાર એર ઈન્ડિયામાં લોડ ફેક્ટર એટલે કે ઓક્યૂપેંસી અથવા યાત્રીઓની સંખ્યામાં સુધીરો થઈ રહ્યો છે. એર ઈન્ડિયા અત્યારે 41 ઈન્ટરનેશનલ અને 72 ઘરેલૂ ગંતવ્યો સુધી પોતાની ફ્લાઈટ્સનું સંચાલન કરે છે.
ઉલ્લેખનીય છે કે એર ઈન્ડિયા ગત વર્ષો મોટી ખોટનો સામનો કરી ચૂકી છે અને દેવામાં ડૂબેલી છે. રોકાણ દ્વારા આની તબીયતને ઠીક કરવાની તૈયારી કરવામાં આવી રહી છે. એર ઈન્ડિયા પર કુલ 58,000 કરોડ રુપિયાનું દેવું છે કે આને ચૂકવવા માટે વાર્ષિક 4000 કરોડ રુપિયાનો ખર્ચ થઈ રહ્યો છે. એરલાઈન્સને સુધારવા માટે ઘણા પ્રકારના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. એક સ્પેશિયલ પર્પઝ વ્હીકલ એર ઈન્ડિયા એસેટ્સ હોલ્ડિંગ લિમિટેડની સ્થાપના કરવામાં આવી છે અને આવનારા કેટલાક સપ્તાહમાં 22,000 કરોડ રુપિયાના બોન્ડ જાહેર કરવાની તૈયારી કરવામાં આવી રહી છે. 7,000 કરોડ રુપિયાનો આવો પહેલો બોન્ડ 16 સપ્ટેમ્બરના રોજ જાહેર કરવામાં આવી શકે છે.