પહેલીવાર જેલમાં જન્મદિવસ મનાવશે પી. ચિદમ્બરમ

નવી દિલ્હી- આઈએનએક્સ મીડિયા કેસમાં પૂર્વ કેન્દ્રીય પ્રધાન અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી. ચિદમ્બરમ હાલમાં તો જેલની હવા ખાઈ રહ્યા છે. 17 સપ્ટેમ્બરે કોર્ટમાં સુનાવણી હાથ ધરાશે. પંરતુ 16 સપ્ટમ્બરે એટલે કે, આજે ચિદમ્બરમનો જમ્મદિવસ છે.  કદાચ આ તેમનો પહેલો એવો જન્મદિવસ હશે જે તેઓ જેલમાં મનાવશે.

શું તમને ખબર છે કે, કરોડો રૂપિયાની હેરાફેરીના આરોપોનો સમાનો કરી રહેલા પી.ચિદમ્બર પાસે પોતાની કેટલી સંપત્તિ છે? રાજ્યસભામાં ચિદમ્બરમે આપેલા ઈનકમ એફિડેવિટ પર નજર કરીએ તો કરોડો રૂપિયાની સંપત્તિ હોવાનું સામે આવ્યું છે. ચિદમ્બરમ વર્તમાન સમયમાં પણ રાજ્યસભાના સભ્ય છે. તેમની સંપત્તિ વિશે વિસ્તારથી જાણીએ.

અંદાજે 90 કરોડ રૂપિયાની સંપત્તિના માલિક છે ચિદમ્બરમ

એફિડેવિટ અનુસાર ચિદમ્બરમ અને તેમની પત્ની પાસે કુલ 95.66 કરોડ રૂપિયાની સંપત્તિ છે. જેમાં 5 લાખ રૂપિયા રોકડ છે. બેંક ખાતાઓની વાત કરીએ તો ચિદમ્બરમ પાસે 13 બેંક એકાઉન્ટ અને તેમની પત્ની પાસે 6 બેંક એકાઉન્ટ છે. આ બેંક ખાતાઓમાં 25,72,52,424 રૂપિયા જમા છે.

રિલાયન્સ સહિત અનેક કંપનીઓમાં છે રોકાણ

પી ચિદમ્બરમ એ પોતાના નાણાનું અનેક જગ્યાએ રોકાણ કર્યું છે. ખાસકરીને રિલાયન્સના કેટલાક બોન્ડમાં ચિદમ્બરમનું રોકાણ છે. ચિદમ્બરમ દંપતિ અને તેમના બાળકોના નામ પર રોકાણની રમકની વાત કરીએ તો 13,47,15,313 રૂપિયા છે. આ ઉપરાતે તેમણે એસબીઆઈના માધ્યમથી પીપીએફમાં 35,61,800 રૂપિયાનું રોકાણ કર્યું છે. એલઆઈસી પોલિસીમાં પણ 10,33,432 રૂપિયાનું રોકાણ ધરાવે છે.

85 લાખ કરતા વધારેના સોના,ચાંદી અને હીરાના દાગીના

સોનુ,ચાંદી અને હીરાની વાત કરીએ તો ચિદમ્બરમ તેમની  પત્ની અને બાળકો પાસે 85,79,541 રૂપિયાનું સોનુ,ચાંદી અને હીરા છે. ચિદમ્બરમ પાસે 87,232 રૂપિયાનું સોનુ, પત્ની પાસે 39,17,262 રૂપિયાનું સોનુ, 20,46,980 રૂપિયાનું ચાંદી અને 22,98,300 રૂપિયાના ડાયમંડ્સ છે. તેમના બાળકોના નામે 12,267 રૂપિયાનું સોનુ અને 1,20,000 રૂપિયાના ડાયમંડ્સ છે.

કરોડો રૂપિયાની એગ્રીકલ્ચર જમીનના માલિક છે

રિયલ એસ્ટેટ પ્રોપર્ટીની વાત કરીએ તો ચિદમ્બરમ દંપતિ પાસે 5 એગ્રીકલ્ચર જમીન છે, જેની કિંમત 7,18,45,000 રૂપિયા છે. ચિદમ્બરમની પત્ની પાસે તમિલનાડુમાં એક કોમર્શિયલ બિલ્ડિંગ છે, જેની કિંમત 45 લાખ રૂપિયા છે. ખાસ વાત એ છે કે, પી ચિદમ્બરમ પાસે પોતાના નામ પર એક પણ ઘર નથી. દિલ્હી સ્થિત જોર બાગનો બંગલો પત્નીના નામ પર છે, જેની કિંમત 16 કરોડ રૂપિયા છે. તમિલનાડુનું મકાન પણ પત્નીના નામ પર છે. આ ઉપરાંત એક મકાન સંતાનોના નામ પર છે. આ ત્રણેય મકાનોની કુલ કિંમત 32 કરોડ રૂપિયાથી વધારે છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]