BSE સ્ટાર્ટઅપ્સ પ્લેટફોર્મ પર અદજિયા ટેકનોલોજીસ લિસ્ટ થઈ

મુંબઈ 15 માર્ચ, 2021: BSE સ્ટાર્ટઅપ પ્લેટફોર્મ પર આઠમી કંપની અદજિયા ટેકનોલોજીસ લિમિટેડ લિસ્ટ થઈ છે. અદજિયા ટેકનોલોજીસ લિમિટેડએ રૂ.10ની મૂળ કિંમતના 2,70,400 ઈક્વિટી શેર્સ રૂ.74ના ભાવે ઓફર કરી રૂ.200.10 લાખ એકત્ર કર્યા હતા. કંપનીનો પબ્લિક ઈશ્યુ 4 માર્ચ, 2021ના રોજ સફળતાપૂર્વક પાર પડ્યો હતો.

અદજિયા ટેકનોલોજીસ ગુજરાતના અમદાવાદ ખાતે રજિસ્ટર્ડ ઓફિસ ધરાવે છે. કંપની વિવિધ ગ્રાહકોને રિયાલિટી અને વર્ચ્યુઅલ રિયાલિટી વર્ધક સર્વિસીસ ઈલેક્ટ્રોનિકલી પૂરી પાડે છે. કંપની સોફ્ટવેર એડવાઈઝરી સર્વિસીસ પણ પૂરી પાડે છે.

BSE સ્ટાર્ટઅપ્સ પ્લેટફોર્મ પર લિસ્ટેડ આઠ કંપનીઓ દ્વારા બજારમાંથી રૂ.31.5 કરોડ એકત્ર કરવામાં આવ્યા છે અને આ કંપનીઓનું કુલ માર્કેટ કેપિટલાઈઝેશન 12 માર્ચ, 2021ના રોજ રૂ.80.49 ટકા રહ્યું હતું. BSE આ બજારનો સો ટકા હિસ્સો ધરાવે છે.