નવી દિલ્હીઃ દુનિયાભરમાં ડેટા લીકની ઘટનાઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. હવે ડેટા લીકનો એક નવો મામલો સામે આવ્યો છે જેમાં હેકર્સે નવા વર્ષનું સ્વાગત કરોડો ઈમેલ અને પાસવર્ડ લીક કરીને કર્યું છે. સિક્યુરિટી રિસર્ચર ફર્મ ટ્રોય હંટે આ ડેટા લીકની જાણકારી આપી છે. ટ્રોય હંટ તે જ રિસર્ચર ફર્મ છે જણે ભારતના આધારની સુરક્ષા પર સવાલો ઉઠાવ્યા હતા.
સિક્યુરિટી રિસર્ચર ફર્મ ટ્રોય હંટ અનુસાર હેકર્સે નવા વર્ષે 77 કરોડ ઈંમેલ અને 2.2 કરોડ પાસવર્ડ લીક કરી દીધા છે. હંટ અનુસાર જે ડેટા લીક કરવામાં આવ્યો છે તેનો મોટો ભાગ ક્લાઉડ સ્ટોરેજ સર્વિસ મેગા પર હતો. હંટે આ ડેટા લીક મામલે ઘણી માહિતી પ્રાપ્ત કરી છે અને આને પોતાની વેબસાઈટ ટ્રોયહંટ ડોટ કોમ પર મૂકી છે. હંટ અનુસાર આશરે 2 અબજ 69 કરોડ ઈમેલ અને પાસવર્ડનો ડેટા છે. આમાં દુનિયાભરમાંના ઉપભોક્તાઓનો ડેટા છે. જેને 2008થી સતત ચોરવામાં આવી રહ્યો હતો.
સિક્યુરિટી રિસર્ચર ફર્મ ટ્રોય હંટે જણાવ્યું છે કે લોકો httpss://www.haveibeenpwned.com પર પોતાના મેઈલ આઈડીની સ્થિતિ તપાસી શકો છો. સિક્યુરિટી રિસર્ચર ફર્મ ટ્રોય હંટ અનુસાર અહીંયા પોતાનું ઈમેઈલ આઈડી એન્ટર કરો. જો તમારુ આઈડી સુરક્ષિત છે તો ગુડ ન્યૂ-નો પ્વાંજ ફાઉન્ડ મેસેજ આવશે. જો તમારુ આઈડી ડેટાબેઝમાં છે તો ઓહ નો પ્વાંડનો મેસેજ આવશે. હંટે જણાવ્યું છે કે જો તમારુ ઈમેલ આઈડી સેફ નથી તો તરત જ તેનો પાસવર્ડ બદલી નાંખો.
સિક્યોરિટી રિસર્ચર ફર્મ ટ્રોય હંટ ભારતના આધારની સુરક્ષા પર પણ સવાલ ઉઠાવી ચૂકી છે. ટ્રોય હંટે કહ્યું હતું કે આધાર ડેટાની સુરક્ષાની સો ટકા ગેરન્ટી નથી. ગમે ત્યારે આ લીક થઈ શકે છે.