મુંબઈઃ ક્રિપ્ટોકરન્સી માર્કેટે સ્ટોક્સ માર્કેટથી વિપરીત વલણ અપનાવતાં શનિવારે કન્સોલિડેશન થયું હતું. ફેડરલ રિઝર્વ મોટા પાયે વ્યાજદર વધારશે એવી ભીતિ યથાવત્ રહી છે, કારણ કે અમેરિકામાં રોજગારના આંકડા મજબૂતી દર્શાવે છે. બિટકોઇન 23,200 ડોલરની આસપાસ ટ્રેડ થઈ રહ્યો હતો.
અમેરિકામાં જુલાઈ મહિનામાં 5,28,000 નવા રોજગારનું સર્જન થયું હતું, જે 2,58,000ની ધારણા કરતાં ઘણું વધારે હતું. બેરોજગારીનો દર 3.6 ટકાના અંદાજથી ઘટીને 3.5 ટકા થઈ ગયો છે. વેતનવૃદ્ધિ પણ અંદાજ કરતાં વધારે પ્રમાણમાં થઈ છે.
અગાઉ, 3.0 વર્સે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રિપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 શનિવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 0.98 ટકા (327 પોઇન્ટ) વધીને 33,671 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 33,344 ખૂલીને 33,960 સુધીની ઉપલી અને 32,897 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.
IC15 ઇન્ડેક્સની હિલચાલ |
|||
ખૂલેલો આંક | ઉપલો આંક | નીચલો આંક | બંધ આંક |
33,344 પોઇન્ટ | 33,960 પોઇન્ટ | 32,897 પોઇન્ટ | 33,671 પોઇન્ટ |
ડેટાનો સમયઃ 6-8-22ની બપોરે 4.00 (ભારતીય સ્ટાન્ડર્ડ ટાઇમ) |