ભાજપના રમેશ બિધુડીએ CM આતિશીની તુલના હિરણ સાથે કરી

 નવી દિલ્હીઃ દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણી પહેલાં રમેશ બિધુડીએ ફરી વિવાદિત નિવેદન કર્યું છે. તેમણે CM આતિશીની તુલના હિરણ સાથે કરી છે. તેમણે દિલ્હીના CM આતિશી માટે કહ્યું હતું કે દિલ્હીની સડકો પર હરણની જેમ ફરે છે.

તેમણે વધુમાં કહ્યું હતું કે વહીવટની નિષ્ફળતાને કારણે લોકો ફ્લેટ ખરીદી શકતા નથી. ટૂંક સમયમાં ઓળખ કાર્ડ ધરાવતા તમામ લોકોને ફ્લેટ મળશે. જ્યારે કેજરીવાલ અને આતિશી દિલ્હી જળ બોર્ડનાં પ્રમુખ હતાં, ત્યારે દિલ્હીમાં એક પણ એમજીડી ટ્રીટમેન્ટ પ્લાન્ટ સ્થાપવામાં આવ્યો ન હતો. કેજરીવાલ શીશમહેલમાં રહે છે. રૂ. 2 કરોડની કાર ચલાવે છે.

દિલ્હીમાં ભાજપ સરકાર બનાવવા બાબતે તેમણે વધુમાં કહ્યું હતું કે કેજરીવાલે દિલ્હી જલ બોર્ડના 8 કરોડ રૂપિયા પચાવી લીધા છે. જ્યારે ભાજપની સરકાર બનશે ત્યારે ટૂંક સમયમાં અમે EWS ફ્લેટમાં પાણી આપવાનું શરૂ કરીશું. હું પૂછવા માગું છું કે તમે DCP ને કાયદો અને વ્યવસ્થા અને ડ્રગ્સ પર મીટિંગ માટે કેટલી વાર બોલાવ્યા. કેજરીવાલ અને આતિશી બંને ગુનાખોરીને પ્રોત્સાહન આપી રહ્યાં છે.’

આ પહેલાં પણ બિધુડીએ આતિશીના પિતા વિશે કહ્યું હતું કે જ્યારે વોટિંગ થશે ત્યારે જનતા જવાબ આપશે. આતિશીનાં માતા-પિતાએ અફઝલ ગુરુ માટે સિગ્નેચર કેમ્પેન શરૂ કર્યું હતું. આતિશી તેનું સમર્થન કરે છે કે નહીં. ચૂંટણી લડતી વખતે આતિશી પોતાને આતિશી સિંહ કહે છે, પરંતુ એફિડેવિટમાં તેમનું નામ આતિશી માર્લેના છે. આતિશી કઈ માનસિકતા ધરાવે છે તે સાબિત થઈ ગયું છે. તે ખોટા આંસુ વહાવે છે.’

દિલ્હીના રમેશ બિધુડી દિલ્હીની કાલકાજી બેઠક પરથી ભાજપના ઉમેદવાર છે. તેમજ આમ આદમી પાર્ટીએ આ બેઠક પરથી દિલ્હીના વર્તમાન મુખ્યમંત્રી આતિશીને મેદાનમાં ઉતાર્યા છે.