ગુજરાત ચૂંટણી માટે ભાજપે 40 સ્ટાર પ્રચારકોની યાદી કરી જાહેર

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 :  ભાજપે ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 માટે સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે. આ યાદીમાં પાર્ટીના મોટા નેતાઓના નામ સામેલ છે. પાર્ટીએ આ પ્રચારકોની યાદી ચૂંટણી પંચને સોંપી દીધી છે. સ્ટાર પ્રચારકોમાં પીએમ મોદીથી લઈને અમિત શાહ, રાજનાથ સિંહ, નીતિન ગડકરી, સ્મૃતિ ઈરાની, શિવરાજ સિંહ, નિરહુઆ, રવિ કિશન, મનોજ તિવારી, હેમા માલિની, પરેશ રાવલ, વિજય રૂપાણી, નીતિન પટેલના નામ સામેલ છે.

ભાજપે 160 ઉમેદવારોના નામની જાહેરાત કરી

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવારોના નામોની જાહેરાત કરી છે. ગુજરાત ચૂંટણીમાં ભાજપે 182માંથી 160 ઉમેદવારોનાં નામ જાહેર કરી દીધા છે. પ્રથમ તબક્કામાંથી 89માંથી 84 ઉમેદવાર જાહેર કરાયા છે. પહેલા તબક્કામાંથી 84માંથી 14 મહિલાઓ સામેલ કરવામાં આવી છે. આ યાદીમાં 4 ડોક્ટર અને 4 PHD ભાજપના ઉમેદવાર જાહેર થયા છે. આ ઉપરાંત, હજૂ પણ ભાજપના 22 ઉમેદવારોના નામ આગામી સમયમાં જાહેર કરવામાં આવશે.