એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી 2023: ભારતે મલેશિયાને 4-3થી હરાવીને ટાઈટલ જીત્યું

ભારતીય ટીમે એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી હોકીનો ખિતાબ જીતી લીધો છે. મનપ્રીત સિંહના નેતૃત્વમાં ટીમ ઈન્ડિયાએ રોમાંચક ફાઇનલમાં મલેશિયાને 4-3થી હરાવીને ટાઈટલ જીત્યું હતું. વાસ્તવમાં, આ રોમાંચક ફાઈનલમાં ટીમ ઈન્ડિયા ત્રીજા હાફના અંત સુધી 3-1થી પાછળ હતી, પરંતુ તે પછી ભારતીય ખેલાડીઓએ શાનદાર રમત બતાવી. ત્રીજા હાફના અંતે ભારતે માત્ર 1 મિનિટમાં 2 ગોલ કરીને હારેલી રમતને પલટી નાખી હતી. ભારત તરફથી કેપ્ટન મનપ્રીત સિંહે 45મી મિનિટે ગોલ કર્યો હતો. આ પછી તરત જ ભારતે ફરી ગોલ કર્યો. આ રીતે ગેમ 3-3ની બરાબરી પર આવી ગઈ હતી. ભારત માટે 56મી મિનિટે આકાશદીપ સિંહે વળતો હુમલો કર્યો અને શાનદાર ફિલ્ડ ગોલ કર્યો. આ રીતે ભારતીય ટીમ ટાઇટલ મેચ 4-3થી જીતવામાં સફળ રહી હતી.

 


ટીમ ઈન્ડિયાએ ફાઇનલમાં શાનદાર શરૂઆત કરી હતી

ભારતીય ટીમે ફાઈનલની શાનદાર શરૂઆત કરી હતી. મનપ્રીત સિંહની આગેવાની હેઠળની ભારતીય ટીમને આઠમી મિનિટે પેનલ્ટી કોર્નર મળ્યો હતો. જુગરાજ સિંહે આ પેનલ્ટી કોર્નર પર ગોલ કર્યો હતો. આ રીતે ભારતીય ટીમ 1-0થી આગળ થઈ ગઈ હતી, પરંતુ આ પછી મલેશિયાએ શાનદાર રમત રજૂ કરી હતી. મલેશિયાએ 14મી મિનિટે કર્યું. આ પછી મલેશિયાએ 18મી મિનિટે ગોલ કર્યો હતો. આ રીતે મલેશિયાની ટીમ 2-1થી આગળ રહી હતી. આ દરમિયાન ભારતીય ટીમને ગોલ કરવાની તકો મળતી રહી, પરંતુ તેનો ફાયદો ઉઠાવવામાં નિષ્ફળ રહી. તે જ સમયે, મલેશિયા માટે 28મી મિનિટે મોહમ્મદ અમીનુદ્દીને પેનલ્ટી કોર્નર પર ગોલ કરીને ટીમને 3-1થી આગળ કરી દીધી હતી. આ રીતે ભારતીય ટીમ 3-1થી પાછળ રહી ગઈ હતી. પરંતુ ત્રીજા હાફની છેલ્લી મિનિટોમાં ભારતીય ખેલાડીઓએ શાનદાર રમત બતાવી હતી. ટીમ ઈન્ડિયાના ખેલાડીઓએ લગભગ 1 મિનિટમાં 2 ગોલ કર્યા હતા.