બોમ્બે હાઈકોર્ટે ICICI બેંકનાં પૂર્વ મુખ્ય કાર્યકારી અધિકારી (CEO) ચંદા કોચરને મોટી કાનૂની રાહત આપી છે. કોર્ટે તેમની સામે લોન છેતરપિંડીના કેસમાં ખટલો ચલાવવાની મંજૂરી રદ કરી દીધી છે. આ નિર્ણયથી કેસની આગળની કાનૂની પ્રક્રિયા પર અસર પડી શકે છે.

શું છે સમગ્ર મામલો?
આ કેસ ICICI બેંકમાં કથિત લોન છેતરપિંડી સાથે જોડાયેલો છે. ચંદા કોચર પર પોતાના પદનો દુરુપયોગ કરીને કેટલીક કંપનીઓને નિયમોની વિરુદ્ધ લોન આપવાનો આરોપ હતો. આ આરોપોને પગલે તેમની સામે કાનૂની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી.
જોકે, હવે બોમ્બે હાઈકોર્ટના નિર્ણયથી ચંદા કોચરને રાહત મળી છે. આ નિર્ણય બાદ તપાસ એજન્સીએ કેસમાં આગળની કાર્યવાહી કરવા માટે નવી મંજૂરી લેવી પડશે. કોર્ટે આપેલા આ આદેશથી કેસની આગળની દિશા બદલાઈ શકે છે.






