તુર્કીમાં ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાયા છે. કહેવામાં આવી રહ્યું છે કે આ વિસ્તારમાં ફરી 7.6ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે. તુર્કીના ડિઝાસ્ટર મેનેજમેન્ટ યુનિટનું કહેવું છે કે ભૂકંપનું કેન્દ્ર કહરામાંશમાં હતું. તો બીજી તરફ મૃત્યુઆંકમાં વધારો થયો છે. કહેવામાં આવી રહ્યું છે કે અત્યાર સુધીમાં 1300થી વધુ લોકોના મોત થયા છે. તમને જણાવી દઈએ કે સોમવારે વહેલી સવારે આવેલા ભૂકંપ બાદ તુર્કી અને સીરિયામાં તબાહીનો માહોલ જોવા મળી રહ્યો છે. તુર્કીમાં અત્યાર સુધીમાં 300 અને સીરિયામાં 320 લોકોના મોત તુર્કી-સીરિયાના ભૂકંપને કારણે થયા છે. મોટાપાયે બચાવ અને રાહત કાર્ય ચાલી રહ્યું છે.
Another fresh earthquake of magnitude 7.6 struck Elbistan district in Kahramanmaraş Province in southern Turkey, reports Turkey's Anadolu news agency citing country's disaster agency pic.twitter.com/7deOAR14nr
— ANI (@ANI) February 6, 2023
ભૂકંપની ભારે તબાહીનો સામનો કરી રહેલા તુર્કી-સીરિયાની મદદ માટે હવે ભારત આગળ આવ્યું છે. બચાવ અભિયાનમાં મદદ માટે ભારતથી ટીમો જશે. જણાવી દઈએ કે NDRFની બે ટીમ બચાવ અભિયાનમાં સામેલ થશે. ટીમમાં 100થી વધુ જવાન સામેલ થશે. સોમવારે વડાપ્રધાન કાર્યાલયની અધ્યક્ષતામાં મળેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં તુર્કીને મદદ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
#TurkeyEarthquake | Death toll rises to 1300 in a powerful 7.8 magnitude earthquake that struck southeastern Turkey and northern Syria today. Hundreds still trapped, toll to rise, reports AP pic.twitter.com/AI3zB0LWS3
— ANI (@ANI) February 6, 2023
ભૂકંપની ભારે તબાહીનો સામનો કરી રહેલા તુર્કી-સીરિયાની મદદ માટે ભારત આગળ આવ્યું છે. સોમવારે વડાપ્રધાન કાર્યાલયની અધ્યક્ષતામાં યોજાયેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે રાહત અને બચાવ અભિયાનમાં મદદ કરવા માટે બે NDRF ટીમો ભારતથી રવાના થશે. આ ટીમમાં 100થી વધુ જવાન સામેલ થશે.
Two teams of NDRF, specially trained dog squads: India to send aid to earthquake-hit Turkey
Read @ANI Story | https://t.co/JFYlyGfdnI#Earthquake #Turkey #TurkeyEarthquake2023 pic.twitter.com/uwfAzVSrHq
— ANI Digital (@ani_digital) February 6, 2023
- રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને સોમવારે સીરિયા અને તુર્કીને 7.8ની તીવ્રતાના ભૂકંપ બાદ મદદની ઓફર કરી છે. જેમાં બંને દેશોમાં 640થી વધુ લોકોના મોત થયા હતા અને હજારો લોકો ઘાયલ થયા હતા. રશિયા સીરિયાના રાષ્ટ્રપતિ બશર અલ-અસદની નજીક છે અને ત્યાં મજબૂત રશિયન લશ્કરી હાજરી છે. પુતિનના તુર્કીના રાષ્ટ્રપતિ તૈયપ એર્દોગન સાથે પણ મજબૂત સંબંધો છે.
- દક્ષિણ તુર્કીમાં આવેલા તીવ્ર ભૂકંપથી પ્રભાવિત વિસ્તારોમાં પહોંચવા માટે તુર્કીના સંરક્ષણ મંત્રાલયે એરફોર્સ માટે એર કોરિડોર બનાવ્યું છે જેથી શક્ય તેટલી વહેલી તકે શોધ અને બચાવ ટીમો પહોંચી શકે. તુર્કી એરફોર્સે તેના વિમાનોને તબીબી ટીમો, શોધ અને બચાવ ટીમો અને તેમના વાહનોને ભૂકંપગ્રસ્ત વિસ્તારોમાં મોકલવા માટે એકત્ર કર્યા છે.
- તુર્કી અને સીરિયામાં 140થી વધુ ઈમારતો ધરાશાયી થઈ છે. ધ્રુજારી એક મિનિટથી વધુ સમય સુધી ચાલુ રહી અને ત્યારબાદ જે વિનાશ થયો તેમાં અનેક લોકો માર્યા ગયા. ભૂકંપના કારણે ઘણા શહેરો સંપૂર્ણપણે નાશ પામ્યા છે.