અજિત પવારની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)એ પણ દિલ્હી ચૂંટણી પહેલા રણશિંગુ વગાડ્યું છે. અજિત પવારની પાર્ટી એનસીપીએ દિલ્હીમાં આગામી વિધાનસભા ચૂંટણી માટે તેના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. આ યાદીમાં 11 ઉમેદવારોના નામ છે.
ઉલ્લેખનીય છે કે 70 સભ્યોની દિલ્હી વિધાનસભા માટે ફેબ્રુઆરીમાં ચૂંટણી યોજાવાની છે. ખાસ વાત એ છે કે NCPની યાદીમાં 4 મુસ્લિમ ઉમેદવારોને પણ સ્થાન આપવામાં આવ્યું છે.
કોંગ્રેસે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે
તમને જણાવી દઈએ કે તાજેતરમાં કોંગ્રેસે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી હતી. જેમાં 26 ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી હતી. નામો જાહેર કરતા પહેલા કોંગ્રેસની કેન્દ્રીય ચૂંટણી સમિતિ (CEC)ની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં 35 બેઠકોના ઉમેદવારોના નામ પર ચર્ચા કરવામાં આવી હતી. જોકે, 26 બેઠકો પર ઉમેદવારોના નામ જ મંજૂર થયા હતા. બાકીની 9 બેઠકો હાલ પેન્ડિંગ રાખવામાં આવી હતી.