ઐશ્વર્યા અને અભિષેક એક સાથે પહોંચ્યા ખાસ પ્રસંગમાં, જુઓ આ પોસ્ટ

મુંબઈ: અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય છેલ્લા કેટલાક મહિનાઓથી છૂટાછેડાની અફવાઓને કારણે સમાચારમાં છે. આ અફવાઓ ત્યારે શરૂ થઈ જ્યારે આ કપલે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નમાં અલગ અલગ હાજરી આપતા જોવા મળ્યા હતાં. આ પછી, બંને લાંબા સમય સુધી સાથે જોવા મળ્યા નહોતા. તાજેતરમાં જ બંને એક ફંક્શનમાં સાથે જોવા મળ્યા હતા અને હવે ફરી એકવાર બંને સાથે જોવા મળ્યા છે. બંનેની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર સામે આવી છે, જેને જોઈને તેમના ચાહકો ખૂબ ખુશ છે.

આશુતોષ ગોવારિકરના દીકરાના લગ્નમાં ઐશ્વર્યા-અભિષેક સાથે પહોંચ્યા
અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય આશુતોષ ગોવારિકરના પુત્રના લગ્ન સમારંભમાં સાથે પહોંચ્યા હતા અને આ દરમિયાન બંને ખૂબ ખુશ દેખાતા હતા. આ કાર્યક્રમમાં ઐશ્વર્યા અને અભિષેક બંને ટ્વિનિંગ કરતા જોવા મળ્યા. ઐશ્વર્યાએ સફેદ સૂટ પહેર્યો હતો, જ્યારે અભિષેક સફેદ શેરવાનીમાં જોવા મળ્યા હતા. બંનેની આ તસવીરો પર યુઝર્સ પ્રતિક્રિયા આપી રહ્યા છે.

ઐશ્વર્યા અને અભિષેક સાથે ખુશ દેખાતા હતા
અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા લગ્ન સ્થળે ઇસ્કોન મંદિરના ઉપદેશક હરિનામ દાસને મળ્યા અને તેમની સાથે વાત કરતા જોવા મળ્યા.અભિષેકે હરિનામ દાસનું હાથ જોડીને અભિવાદન કર્યું અને આ દરમિયાન ઐશ્વર્યા તેમની સાથે ઉભી જોવા મળી. હરિનામ દાસે પોતે આ તસવીરો પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે, જેના પર યુઝર્સ કોમેન્ટ કરતા થાકતા નથી.

હરિનામ દાસે ફોટા શેર કર્યા
ઐશ્વર્યા-અભિષેક સાથેની તસવીરો શેર કરતા હરિનામ દાસે કેપ્શનમાં લખ્યું, ‘વૃંદાવન ધામના આશીર્વાદ બે સુંદર અને નમ્ર આત્માઓ, અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય સાથે શેર કરીને ખુશ છું. કૃષ્ણની કૃપા હંમેશા તેમના પર રહે! શ્રી શ્રી રાધા વૃંદાવન ચંદ્રજીના આશીર્વાદ મેળવવા માટે તેમને આગામી વિશ્વના સૌથી ઊંચા મંદિર, વૃંદાવન ચંદ્રોદય મંદિરની મુલાકાત લેવા આમંત્રણ પણ આપ્યું.’