આસામ બાદ રાહુલ ગાંધી મણિપુર પહોંચ્યા

રાહુલ ગાંધીએ સોમવારે આસામ અને મણિપુરની મુલાકાત લીધી હતી. તેમણે આસામમાં પૂરગ્રસ્ત વિસ્તારો અને રાહત શિબિરો અને મણિપુરમાં હિંસા પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લીધી હતી. રાહુલ ગાંધી મણિપુર પહોંચે તે પહેલા ત્યાંના જીરીબામ વિસ્તારમાં ભારે ગોળીબાર થયો હતો. લગભગ સાડા ત્રણ કલાક સુધી ગોળીબાર ચાલુ રહ્યો હતો. લોકસભામાં વિપક્ષના નેતા બન્યા બાદ રાહુલ ગાંધીનો પૂર્વોત્તરનો આ પ્રથમ પ્રવાસ છે.

કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી આજે આસામ અને મણિપુરના પ્રવાસે છે. તેમણે સિલચરથી પ્રવાસની શરૂઆત કરી હતી. અહીં તેઓ પૂર પીડિતોને મળ્યા હતા. યુથ કેર સેન્ટર થલાઈ ખાતે રાહત શિબિરની મુલાકાત લીધી. આસામ પ્રવાસ દરમિયાન કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ ભૂપેન બોરાએ રાહુલ ગાંધીને એક મેમોરેન્ડમ સુપરત કર્યું હતું અને આસામમાં બારમાસી પૂરનો મુદ્દો સંસદમાં ઉઠાવવા વિનંતી કરી હતી.

આ પછી રાહુલ મણિપુર પહોંચ્યા. અહીં તેમણે જીરીબામ હાયર સેકન્ડરી સ્કૂલ ખાતે રાહત શિબિરની મુલાકાત લીધી હતી. આ પછી તેઓ ઇમ્ફાલ પહોંચ્યા. તેઓ અહીં રાહત શિબિરોની મુલાકાત લેશે અને સાંજે મણિપુરના રાજ્યપાલને મળશે. આ સિવાય પીસીસીના નેતાઓને મળશે. લોકસભા ચૂંટણીમાં સમર્થન બદલ જનતાનો આભાર માનશે. કોંગ્રેસે મણિપુરની બંને બેઠકો જીતી હતી.