લોક કવિતાઓ, ભારતીય શાસ્ત્રીય સંગીત અને થિયેટર પર્ફોર્મન્સ સાથે શાસ્ત્રીય અને આધુનિક નૃત્યના મનમોહક પ્રદર્શને કલા પ્રશંસકો માટે સોમવારની સાંજ પ્રેરણાદાયી અને પરિપૂર્ણ બનાવી દીધી હતી. ટોરેન્ટ ગ્રુપના UNM ફાઉન્ડેશન આયોજીત ધ સિટી આર્ટસ પ્રોજેક્ટની 5મી આવૃત્તિ એક બાજુ માનવીય લાગણીઓને ઝંઝોડી રહી છે, બીજી બાજુ શિક્ષણ અને આપણા બાળકોના ભવિષ્ય જેવા કેટલાક મહત્વના મુદ્દાઓ પર સમાજને ચિંતન કરવા મજબુર કરી રહી છે.
સંગીત પ્રત્યે પોતાના અનન્ય દ્રષ્ટિકોણ સાથે આરજવી શાહે એક નૃત્યાંગનાના શરીર પર સંગીતની ઊંડી અસર દર્શાવતું આકર્ષક નૃત્ય પ્રદર્શન “મ્યુઝિક ઇન મોશન” રજુ કર્યુ, સંગીત સાથે માનવીય લાગણીઓને અભિવ્યક્ત કરવા માટે આરજવી શાહે પોતાની કલાત્મક અભિવ્યક્તિ અને હાથની ગતિવિધોથી દર્શકોને પોતાના અભિનયની પ્રશંસા કરવા મજબુર કરી દીધા હતા. આરજવી શાહ એક નૃત્યાંગનાની આત્મા અને શરીર સાથે સંગીતના જોડાણને શરીરની જાગૃતિ, જટિલ ગતિવિધીઓના માધ્યમથી કલાત્મક રીતે આગળ વધારે છે અને અંતે શાસ્ત્રીય સંગીતની મંત્રમુગ્ધ કરી દેતી શક્તિઓ સામે આત્મસમર્પણ કરીને પોતાની કલાત્મક્તાને ચાર ચાંદ લગાડે છે. કલાની આ મનમોહક રજુઆતોને દર્શકોએ તાળીઓના ગડગડાટ સાથે વધાવી લીધી હતી.
પોતાના સમકાલીન નૃત્ય પ્રદર્શન “અભેદ્ય અભયમ” દ્વારા આર્ય સાગરે દર્શકોને સંગીતના વિવિધ પ્રકારની ઓળખ કરાવી. ડાકુઓ અને ભક્તિની વાર્તા ઉપર આધારીત આ એક એવુ મંત્રમુગ્ધ કરી દેનાર નૃત્ય નાટક હતુ જે સંગીત અને નાટ્ય વૈભવ સાથે નવરસોની અભિવ્યક્તિ કરે છે. આ નૃત્ય નાટકમાં ડાકુઓના ગ્રુપના એક એવા વ્યક્તિની કહાની દર્શાવે છે જેને એક સાધ્વીથી પ્રેમ થઈ જાય છે. ફિઝિકલ થિએટર, બૈલે અને સમકાલીન નૃત્ય સાથે વોકલ સંગીતનો આ એક એવો સંગમ હતો જે પોતાની આકર્ષક પટકથા અને અભિવ્યક્ત કલાત્મક હિલચાલની મદદથી દર્શકોને નવરસના સાગરમાં ડુબકી મરાવે છે. સાથે જ આજે વિઝ્યુઅલ આર્ટ ઇન્સ્ટોલેશન્સે તેમના અનન્ય અને વિચારપ્રેરક દ્રષ્ટિકોણ સાથે દર્શકોનું ધ્યાન આકર્ષિત કર્યું હતું.
ભક્તિ જેઠવા પોતાના આર્ટવર્ક દ્વારા વ્યાક દર્શકોને સાથે વિચારો અને જ્ઞાન શેર કરવા માટે તમામ શક્તિઓને કામે લગાડી દે છે. તેમના ઈન્ટોલેશન “બ્યુટી ઓફ થૉર્ન્સ” નો મુખ્ય ઉદ્દેશ્ય પ્રકૃતિની અજાયબીઓને માણવાનો અને આજના સમાજમાં આપણે પ્રકૃતિમાં કઈ રીતે પરિવર્તન લાવી રહ્યા છીએ તે દર્શાવવાનો છે. અનુભવ અને તિક્ષ્ણ નજર વાળુ તેમનું કામ પ્રકૃતિના સકારાત્મક અને નકારાત્મક એમ બન્ને પાસાઓને રજુ કરે છે. તે ચામડીની સરળતા અને કેક્ટસની કઠોરતા જેવા વિરોધાભાસો સાથે સહ અસ્તિત્વના વિચારને રજુ કરે છે. તે એ દર્શાવે છે કે એક બિજા માટે નુકશાનકારક હોવા છતાં, તે કઈ રીતે એકબીજા સાથે રહે છે.
ધ્વની મિસ્ત્રીની રચના “ધ સિરીઝ” આપણા જીવનમાં આરામના મહત્વ પર ભાર મૂકે છે, જે દર્શાવે છે કે કેવી રીતે દયા ભાવના સાથે કરવામાં આવેલ નાના કાર્યો પડકારજનક સમયમાં આશા અને પ્રેરણા ઉત્પન્ન કરી શકે છે. તે સ્પર્શની નિર્દોષતા અને આરામની ભૂમિકા (તે મૌખિક હોય કે શારીરિક) ઉપર ભાર મુકે છે અને આ માધ્યમથી તે આપણું માર્ગદર્શન કરવામાં ભાવનાઓની શક્તિને રેખાંકિત કરે છે.
અમદાવાદ સ્થિત કલાકાર ધર્મેશ પ્રજાપતિ પોતાના વિઝ્યુઅલ ઇન્સ્ટોલેશન “તમે” દ્વારા દર્શકોને આત્મ ખોજની ગહન સફર તરફ લઈ જાય છે. ઇન્સ્ટોલેશનમાં ઉત્તમ રીતે ડિઝાન કરવામાં આવેલ અરીસાઓ ને વ્યૂહાત્મક રીતે કોઈ આતંરિક દુનિયામાં પ્રવેશ કરવાના પ્રતિક રૂપે રાખવામાં આવ્યા છે, પ્રત્યેક અરીસો વિવિધ માનવ વાસ્તવિકતાઓનું પ્રતિનિધીત્વ કરે છે. આ અપરંપરાગત કલાકૃતિ પારંપારિક આત્મ ધારણાઓને પડકારે છે, સાથે મુલાકાતીઓને વિકૃત પ્રતિબિંબ વચ્ચે તેમના અધિકૃત સ્વનો સામનો કરવા માટે પ્રોત્સાહિત કરે છે. તે કાળજીપૂર્વક ગોઠવાયેલા અરીસાઓના માધ્યમથી વ્યક્તિના સારનું આકર્ષક સંશોધન છે.
પ્રકૃતિ અને બદલાતી ઋતુઓથી પ્રેરિત ગીતાત્મક વિશ્વની હસ્તકલાના કલાકાર સુરેશ કુમાર સિંઘાએ પોતાના ઇન્સ્ટોલેશન “હું ચાલ્યો ગયો” માં સુદુર પૂર્વી પ્રભાવો અને ધ્યાન તકનીકોને એકીકૃત રીતે વણી લીધા હતા. તેમની કલાના લૈકિક અને અલૌકીક ગુણો લયબદ્ધ કલ્પનાથી સમૃદ્ધ હોય છે, જે એક સ્પર્શીનીય અને નિર્જન ભૂભાગનું નિર્માણ કરે છે. તે દર્શકોને આ રચનાત્મક અનુભવનો એક ભાગ બનાવા માટે પ્રેરીત કરે છે. જેમાં બિનપરંપરાગત વસ્તુઓમાંથી નવો અર્થ અને ધુન બનાવવા માટે અવલોકનક્ષમ વિશ્વના તત્વોને કેનવાસ સાથે જોડે છે.