ગુજરાતમાં મોટો ફેરફાર, એકસાથે 157 નાયબ મામલતદારોની બદલી

ગુજરાતમાં મહેસૂલ વિભાગમાં તાજેતરમાં મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં રાજ્યના અલગ અલગ જિલ્લામાં નાયબ મામલતદારની બદલીઓ કરવામાં આવી છે. ગુજરાતના વહીવટી તંત્રમાં અચાનક મોડી રાત્રે હડકંપ મચી ગયો છે. ગુજરાતના વહીવટી તંત્રમાં મહત્વના ગણાતા નાયબ મામલતદાર કક્ષાના 157 અધિકારીઓની અચાનક બદલી કરી દેવામાં આવી હતી. આ બદલીઓ પણ જિલ્લો કે જિલ્લાની આસપાસ નહી પરંતુ સીધી જ પૂર્વથી પશ્ચિમ જેવી બદલીઓ કરવામાં આવી છે. જેમ કે સૌરાષ્ટ્રના અનેક નાયબ મામલતદારોને ઉત્તર ગુજરાત કે દક્ષિણ ગુજરાતમાં મોકલી દેવાયા છે. દક્ષિણ કે ઉત્તરના મામલતદારોને સૌરાષ્ટ્રમાં બદલી દેવામાં આવ્યા છે.