લખનૌના ટ્રાન્સપોર્ટ નગરમાં મકાન ધરાશાયી, 4ના મોત

ઉત્તર પ્રદેશના લખનઉમાં એક ઈમારત ધરાશાયી થઈ છે. આ ઘટનામાં ઘણા લોકો ફસાયા હોવાની આશંકા છે. આ અકસ્માતમાં બિલ્ડિંગ પાસે પાર્ક કરેલી ટ્રક પણ અથડાઈ હતી. ઈમારત ધરાશાયી થવાના કારણે સ્થળ પર નાસભાગ મચી ગઈ હતી. આ ઘટનામાં ઘણા લોકો ફસાયા હોવાની પણ આશંકા છે. હાલ પોલીસની ટીમ અને અન્ય રાહત ટુકડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. તમામ લોકો બિલ્ડિંગમાંથી કાટમાળ હટાવવામાં વ્યસ્ત છે. સાવચેતીના ભાગરૂપે આસપાસની ઈમારતોને ખાલી કરાવવામાં આવી છે. આ ઘટના સરોજિની નગર પોલીસ સ્ટેશન વિસ્તારના ટ્રાન્સપોર્ટ નગરમાં બની હતી.

મળતી માહિતી મુજબ, ટ્રાન્સપોર્ટ નગરમાં એક ઈમારત ધરાશાયી થવાને કારણે 4 લોકોના મોત થયા છે અને 20થી વધુ લોકો ઘાયલ થયા છે. ટ્રાન્સપોર્ટ નગરમાં ભારે વરસાદ બાદ હરમીલાપ ટાવરની ડાબી બાજુનો ભાગ ધરાશાયી થયો હતો. હાલમાં, NDRF અને રાજ્ય પોલીસની ટીમો દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે, જેઓ ધરાશાયી થયેલા વિસ્તારમાં પ્રવેશવા માટે ગેસ કટરનો ઉપયોગ કરી રહ્યાં છે. તે જ સમયે, અત્યાર સુધીમાં દસ લોકોને બચાવી લેવામાં આવ્યા છે અને એક વ્યક્તિના મોતના અહેવાલ છે. તેમજ અંદર ફસાયેલા અન્ય લોકોને બચાવવા માટે કામગીરી તેજ કરી દેવામાં આવી છે.