રાજયમાં માર્ગ અકસ્માતની ઘટનાઓમાં સતત વધારો જોવા મળી રહ્યો છે તે વાત નકારી શકાય તેમ નથી. ત્યારે આવી જ ઘટના પ્રકાશમાં આવી છે જેમાં સાપુતારા નજીક વહેલ સવારે ડ્રાઈવરે સ્ટેયરિંગ પર કાબૂ ગુમાવતા કાર ખીણમાં ખાબકી હતી અને 6 લોકોના મોત થયા હતા. મૃતક તમામ લોકો કચ્છના પાટીદાર સમાજના હોવાનું પ્રાથમિક માહિતીમાં સામે આવ્યું છે.
સાપુતારા નજીક ડ્રાઈવરે સ્ટેયરિંગ પર કાબૂ ગુમાવતા મોટી દુર્ઘટના સર્જાઈ હતી અને કાર સીધી ખીણમાં ખાબકી હતી. કાર ખીણમાં ખાબક્તા છ લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા. જો કે, આ ઘટનાની જાણ થતાં થતા મહારાષ્ટ્ર પોલીસ, સ્થાનિક બચાવ દળ અને મંદિર પ્રશાસન ઘટના સ્થળે પહોંચી તાત્કાલિક રાહત-બચાવ કામગીરી હાથ ધરી હતી. ખીણ ઊંડી હોવાને કારણે રેસ્ક્યૂ ઓપરેશનમાં મુશ્કેલીઓ આવી હતી. ટીમોએ મૃતદેહોને બહાર કાઢવાની કાર્યવાહી શરૂ કરી દીધી છે.




