રાજ્યમાં કોરોનાના 262 કેસ નોંધાયા, 1 નું મોત

ગુજરાતમાં કોરોનાના કેસમાં ફરી એકવાર વધારો થવા લાગ્યો છે. આજે ગુજરાતમાં કોરોનાના નવા 262 કેસ નોંધાયા છે. જ્યારે 146 દર્દીઓ સાજા થયાં છે. આજે સૌથી વધુ કેસ અમદાવાદમાં નોંધાયા છે. જ્યારે આજે અમદાવાદમાં એક વ્યક્તિનું મોત પણ થયું છે. ત્યારે આવનારા દિવસોમાં કેસમાં હજુ વધારો થશે તેવું આરોગ્ય ક્ષેત્ર સાથે સંકળાયેલા નિષ્ણાંતો જણાવી રહ્યા છે. તેઓ કહે છે કે જો હવે રાજ્યમાં લોકો સંભળાશે નહીં તો ફરી એકવાર મુશ્કેલ પરિસ્થિતિ ઉભી થવાની ભીંતી છે.

ક્યાં જિલ્લામાં કેટલા કોરોનાના કેસ નોંધાયા

અમદાવાદ જિલ્લામાં 143, મોરબી 18, સુરત જિલ્લામાં 21, રાજકોટ જિલ્લામાં 22, વડોદરા જિલ્લામાં 19, અમરેલીમાં 7, મહેસાણામાં 5, આણંદ અને ભરુચમાં 3, ગાંધીનગર જિલ્લામાં 6, બનાસકાંઠા, નવસારી અને કચ્છમાં ત્રણ ત્રણ કેસ, અરવલ્લી, જૂનાગઢ, ભાવનગર, જામનગર, ખેડા, પાટણ, પોરબંદર, સાબરકાંઠા અને સુરેન્દ્રનગરમાં એક એક કેસ નોંધાયો છે.

No description available.

રાજ્યમાં કુલ 1179 એક્ટિવ કેસ

રાજ્યમાં છેલ્લા 15 દિવસમાં જ કોરોનાના કારણે ચાર વ્યક્તિના મોત નિપજ્યાં છે. રાજ્યમાં કોરોનાને કારણે કુલ મોતની સંખ્યા 11050 થઈ ગઈ છે. હાલમાં રાજ્યમાં કુલ 1179 એક્ટિવ કેસ છે. 4 દર્દી વેન્ટીલેટર પર સારવાર લઈ રહ્યાં છે. જ્યારે 1175 દર્દીઓની હાલત સ્થિર છે. રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર 99.04 ટકા થઈ ગયો છે.