નવા કરવેરા વિનાનું નાણાપ્રધાન કનુભાઈ દેસાઇનું આત્મનિર્ભર બજેટ
ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રચંડ જીત પછી ભૂપેન્દ્ર પટેલ સરકારનું આ પહેલું બજેટ છે. રાજ્યના નાણાપ્રધાન કનુ દેસાઈએ વિધાનસભામાં બીજી વાર બજેટ રજૂ કર્યું હતું. તેમણે આ બજેટમાં કોઈ નવા કરવેરા નાખ્યા નહોતા. આ વર્ષના બજેનું કદટ 3.01 લાખ કરોડ હતું. રાજ્ય સરકારનું આ બજેટ પુરાંતવાળું રજૂ કર્યું હતું. નાણાપ્રધાને તેમનું બજેટ આત્મનિર્ભર થીમ પર રજૂ કર્યું હતું. ગયા વર્ષના રૂ. 2.43 કરોડની તુલનાએ આ વખતે બજેટના કદમાં 20 ટકાનો વધારો થયો હતો.
નાણાપ્રધાને બજેટમાં લોકો વિકાસમાં સહભાગી થાય તેવી ઇચ્છા રાખી હતી. તેમણે કહ્યું હતું કે બજેટનું વિઝન પાંચ વર્ષનું છે. અન્ય રાષ્ટ્રોની તુલનાએ ભારતમાં વધુ યુવાધન છે. નાણાં પ્રધાને જણાવ્યું હતું કે ઓનલાઇન શિક્ષણ માટે મફત લાયબ્રેરી બનાવવામાં આવશે. મુખ્ય મંત્રી શ્રમિક બસેરા યોજનાની જાહેરાત કરી છે. અન્ન પુરવઠા વિભાગ માટે રૂ. 2165 કરોડની જોગવાઈ કરી છે. પંચાયત વિભાગ માટે રૂ. 10,743 કરોડની જોગવાઈ કરી છે. રાજ્યમાં રમત-ગમત માટે રૂ. 568 કરોડની જોગવાઈ કરી છે.
તેમણે બજેટમાં નીચે મુજબની જોગવાઈ કરી હતી….
CNG, PNG પરના વેટ 15 ટકાથી ઘટાડીને પાંચ ટકા
શ્રમિકોને રૂ. પાંચના દરે અનાજ મળશે.
મા કાર્ડ હેઠળ મળતી સારવારની વધારીને રૂ. 10 લાખ કરવામાં આવી
શિક્ષણ વિભાગ માટે રૂ. 43,651 કરોડની ફાળવણી
આરોગ્ય વિભાગ માટે રૂ. 15,182 કરોડની ફાળવણી
આદિજાતિના વિકાસ માટે રૂ. 3410 કરોડની ફાળવણી
મહિલા અને બાળ વિકાસ માટે રૂ. 3410 કરોડની ફાળવણી
દિવ્યાંગોને ST બસમાં મફત મુસાફરી
પાણીપુરવઠા માટે રૂ. 6000 કરોડની ફાળવણી કરી છે.
કૃષિ વિભાગ માટે રૂ. 21,607 કરોડની ફાળવણી
ખેડૂતોને રાહતના દરે વીજળી અપાશે.
પરિક્રમા પથ યોજનાની જાહેરાત કરવામાં આવી.
રાજકોટમા નવા એરપોર્ટની કામગીરી અંતિમ તબક્કામાં છે.
માહિતી પ્રસારણ માટે રૂ. 267 કરોડની જોગવાઈ કરી
પ્રવાસન સ્થળ વિકસાવવા રૂ. 8000 કરોડની ફાળવણી કરી છે.
હેરિટેજ-ઇકો ટુરિઝમ માટે રૂ. 10,000 કરોડની ફાળવણી કરી છે.
દ્વારકામાં એરપોર્ટ બનાવવામાં આવશે.
નિરાધાર વૃદ્ધોને પેન્શન માટે રૂ. 1340 કરોડ રૂપિયાની ફાળવણી.
. PPP મોડેલના આધારે મેડિકલ કોલેજનુ નિર્માણ કરશે.
માર્ગ-મકાન વિભાગ માટે 20642 કરોડની જોગવાઈ કરી છે.
મુખ્ય મંત્રી સડક યોજના માટે રૂ. 2808 કરોડની ફાળવણી
આંગણવાડીને આધુનિક બનાવવા રૂ. 268 કરોડની ફાળવણી
ઊર્જા પેટ્રોકેમિકલ માટે રૂ. 8738 કરોડની ફાળવણી
. નવી 198 એમ્બ્યુલન્સ માટે રૂ. 255 કરોડની ફાળવણી
સરખેજ-ગાંધીનગર હાઈવેની 6 લેન કરાશે.
નર્મદાનું પાણી કચ્છ પહોંચાડવા રૂ. 1970 કરોડ ફાળવણી
કાયદા વિભાગ માટે રૂ. 2014 કરોડની ફાળવણી
ક્લાઈમેટ ચેન્જ માટે રૂ. 937 કરોડની ફાળવણી
. અન્નપૂર્ણા યોજનાના વધુ 150 કેન્દ્ર ખોલાશે.
ગિફ્ટ સીટીમાં ફિનટેક હબનું નિર્માણ કરવામાં આવશે.
ધોળાવીરાનો વિકાસ વધુ થશે.
સાયન્સ સિટીને આધુનિક બનાવવા રૂ. 250 કરોડ ફાળવણી
તમામ જિલ્લામાં વિજ્ઞાન કેન્દ્રો શરૂ કરાશે.
પાલક માતા-પિતા યોજના માટે રૂ. 52 કરોડની જોગવાઈ
આવાસ યોજના માટે રૂ. 222 કરોડની જોગવાઈ કરી છે.
નાણાપ્રધાને આ વખતે બજેટમાં રૂ. 72,509 કરોડ વધુ મૂડીખર્ચ કરવામાં આવવાની જાહેરાત કરી છે, જે ગયા બજેટની તુલનાએ 72 ટકા વધુ મૂડી ખર્ચ કરાશે. આ ઉપરાંત સ્ટેચ્યુ ઓફ યુનિટી, સફેદ રણ, અંબાજી, ધરોઈ ડેમ, ગીર અભયારણ્ય, દ્વારકા શિવરાજપુર બીચ એમ પાંચ પ્રવાસન સ્થળોને વિકસાવવા પાંચ વર્ષમાં રૂ. 8000 કરોડનો ખર્ચ કરવામાં આવશે.