નમસ્તે ટ્રમ્પ: 200 અમેરિકન સુરક્ષાકર્મીઓ સંભાળશે કમાન
અમદાવાદ: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને મેલાનિયા ટ્રમ્પના અમદાવાદ પહોંચે તે પહેલા તેમના સ્વાગત અને સલામતીનું જોરશોરથી કામ ચાલી રહ્યું છે. સુરક્ષા માટે કડક બંદોબસ્ત ગોઠવવામાં આવી રહ્યો છે. ટ્રમ્પનો ભવ્ય કાર્યક્રમ અમદાવાદના મોટેરા સ્ટેડિયમ ખાતે યોજાવાનો છે. આ સમય દરમ્યાન, ડોનાલ્ડ ટ્રમ્પના પ્રવાસ માટેની સુરક્ષા વ્યવસ્થાની તૈયારી લગભગ પૂર્ણ થઈ ગઈ છે. ટ્રમ્પ માટે એક અભેદ્ય સુરક્ષા સિસ્ટમ બનાવવામાં આવી છે.
ડોનાલ્ડ ટ્રમ્પની અમદાવાદ મુલાકાત સમયે સુરક્ષામાં 200 અમેરિકન સુરક્ષાકર્મીઓ (CIA) કમાન સંભાળશે. તેઓ અમદાવાદ પોલીસ તથા દેશની સુરક્ષા એજન્સીની સાથે કો-ઓર્ડિનેટ કરશે.
સુરક્ષાને ધ્યાને રાખીને શહેર પોલીસ અને યુ.એસ.સીક્રેટ એજન્સી કામે લાગી.