મુંબઈ: લગ્ન પછી અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની આ પહેલી ન્યૂ યર પાર્ટી છે. આ વખતે અંબાણી પરિવાર નવા વર્ષ 2025ની ઉજવણી જામનગરમાં કરી રહ્યો છે, જેની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. આ ન્યૂ યર સેલિબ્રેશનમાં ભાગ લેવા માટે ઘણા સ્ટાર્ચ જામનગર પહોંચ્યા છે. શાહરૂખ ખાન તેની પત્ની ગૌરી ખાન અને બાળકો સાથે જામનગર પહોંચ્યો હતો તો સલમાન ખાન અનંત-રાધિકા સાથે જોવા મળ્યો હતો. સલમાન ખાનના જન્મદિવસની ભવ્ય ઉજવણીની ખૂબ ચર્ચા થઈ રહી છે. તાજેતરમાં નીતા-મુકેશ અંબાણીએ ભાઈજાનનો જન્મદિવસ વનતારામાં ઉજવ્યો હતો.
કિંગ ખાન પરિવાર સાથે નવું વર્ષ ઉજવશે
શાહરૂખ ખાન તેની પત્ની ગૌરી ખાન અને બાળકો અબરામ-સુહાના ખાન સાથે વીકેન્ડની રજા માણવા અલીબાગ પહોંચ્યો હતો. ત્યાર બાદ કિંગ ખાન તેના સમગ્ર પરિવાર સાથે જામનગરમાં અંબાણી પરિવાર સાથે નવા વર્ષની ઉજવણી માટે જોવા મળ્યા. એરપોર્ટ પર તેના આગમનનો વીડિયો ઈન્ટરનેટ પર સામે આવ્યો છે. ‘જવાન’ સુપરસ્ટાર બ્લેક ટી-શર્ટ અને બિગ સાઈઝ મેચિંગ હૂડીમાં જોવા મળ્યો હતો, જેની સાથે તેણે પોતાનો ચહેરો પણ છુપાવ્યો હતો. બીજી તરફ, શાહરૂખની પત્ની ગૌરી સફેદ શર્ટ, પીળા બ્લેઝર, લૂઝ જીન્સ અને બ્લેક સનગ્લાસમાં બોસ લેડી વાઇબ્સ આપતી જોવા મળી હતી.
View this post on Instagram
અંબાણી પરિવારની ન્યૂ યર પાર્ટીમાં સલમાન ખાન પહોંચ્યો
સલમાન ખાન હાલમાં જ જામનગરના એક મોલમાં અનંત અંબાણી સાથે જોવા મળ્યો હતો. આ વીડિયો ભાઈજાનના જન્મદિવસ પછીનો છે. આ પછી સલમાન ખાન અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ સાથે જોવા મળ્યો હતો, જ્યાં સલમાનની ‘સિકંદર’નું ટીઝર પણ બતાવવામાં આવ્યું હતું. એક વીડિયોમાં સલમાન અનંત સાથે મોલમાં ફરતો જોવા મળ્યો હતો. એકમાં, સુપરસ્ટાર અંબાણી પરિવારના નવા વર્ષની ઉજવણીમાં હાજરી આપતો જોવા મળ્યો હતો. આ આઉટિંગ દરમિયાન સલમાન ચેક શર્ટ અને પેન્ટ સાથે બ્લેક ટી-શર્ટ પહેરેલો જોવા મળ્યો હતો, જ્યારે અનંત ટ્રાઉઝર સાથે પ્રિન્ટેડ શર્ટ પહેરેલો જોવા મળ્યો હતો.
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, શાહરૂખ ખાન ટૂંક સમયમાં સિદ્ધાર્થ આનંદની ફિલ્મ ‘કિંગ’માં જોવા મળશે, જેમાં તે તેની પુત્રી સુહાના ખાન સાથે પહેલીવાર સ્ક્રીન શેર કરશે. આ ફિલ્મમાં અભિષેક બચ્ચન અને અભય વર્મા પણ જોવા મળશે. સલમાન ખાનની વાત કરીએ તો આ દિવસોમાં તે પોતાની આગામી ફિલ્મ ‘સિકંદર’ને લઈને ચર્ચામાં છે.