મુંબઈઃ બોલીવૂડની ખૂબસૂરત કલાકાર મલાઇકા અરોડા ફિટનેસ અને ખૂબસૂરતી માટે ચર્ચામાં રહે છે. તેના ફોટોઝ અને વિડિયોઝ સોશિયલ મિડિયા પર ખૂબ વાઇરલ થાય છે. તે કોઈ ઇવેન્ટમાં જાય કે પછી લંચ કે ડિનર કે જિમમાં –દરેક જગ્યાએ પાપારાઝીના કેમેરા તેમનો પીછો કરતા પહોંચી જાય છે. મલાઇકા પણ સોશિયલ મિડિયામાં દિનચર્ચાની અપડેટ આપતી રહે છે. એના પર તે પોતાની બ્યુટી અને ફિટનેસ સિક્રેટને શેર કરતી રહે છે. મલાઇકાના ઇન્સ્ટાગ્રામ પર મિલિયન ફોલોઅર્સ છે, જે તેના ફોટોઝ અને વિડિયોઝ પર કોમેન્ટ કરતા રહે છે.
હાલમાં જ મલાઇકાએ શેર કર્યું હતું કે કેવી રીતે તે પોતાની જાતને સ્ટ્રેસ ફ્રી રાખે છે, જેને તમે પણ જીવનભર ફોલો કરી શકો છો. તે ખુદને ફિટ અને તણાવમુક્ત રાખવા માટે યોગાસન કરે છે. તે પ્રતિદિન એક મિનિટ મર્જરી આસન જરૂર કરે છે, જે તેને સ્ટ્રેસ ફ્રી રહેવામાં તેને મદદ કરે છે. તે કહે છે કે જો તમે મારી જેમ સ્ટ્રેસ ફ્રી રહેવા ઇચ્છતા હો તો મર્જરી આસન જરૂર કરો.
મલાઇકાએ યોગ મુદ્દાના લાભો વિશે જણાવતાં કહ્યું હતું કે આ સપ્તાહે આ યોગાસન તમે કરો અને મને જણાવો કે શું તમે શાંતિનો અનુભવ કર્યો ?