દરિયો માઝા ન ઓળંગે

દરિયો માઝા ન ઓળંગે

આ પૃથ્વીની આજુબાજુ 70% ભાગમાં પાણી છે, જેને આપણે દરિયા તરીકે ઓળખીએ છીએ. પૃથ્વીની આજુબાજુ પ્રદક્ષિણા કરતા ચંદ્રની ભ્રમણ કક્ષામાં સ્થિતિ પ્રમાણે રોજ અમુક ચોક્કસ સમયે ઓટ આવે છે. જ્યારે દરિયો તોફાની બને ત્યારે દરિયાના મોજા કિનારા સાથે અથડાવાની ગતિ વધે છે. પાણીનું સ્તર વધે છે.

આમ છતાંય દરિયો ક્યારેય પોતાની મર્યાદા ઓળંગતો નથી. કોઈ મોટો ચક્રવાત અથવા સુનામી આવે ત્યારે થોડાંક સમય માટે દરિયાનું પાણી કાંઠાની જમીન અથવા ખાડીમાં ધસી આવી બધું જળબંબાકાર કરી દે છે. જો કે આ પ્રકારની પરિસ્થિતિ માત્ર ગણતરીના કલાકો માટે હોય છે. આ સિવાય દરિયો એના કાંઠાને અંડોળતો નથી.

કહેવાનો મતલબ એમ છે કે અહીં વાત મર્યાદાની છે. માણસ ગમે તેટલો ધનિક કે શક્તિશાળી હોય એણે પોતાની મર્યાદા સમજીને જ વર્તન કરવું જોઈએ. એ પ્રકારની શીખ આ કહેવત થકી મળે છે.

(ડો.જયનારાયણ વ્યાસ) 

(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)