ત્રેવડ ત્રીજો ભાઈ છે…

 

ત્રેવડ ત્રીજો ભાઈ છે…

 

 

ત્રેવડ એટલે કરકસર. અંગ્રેજીમા એવું કહ્યું છે કે-

“It is not what you earn, What you save makes you reach.”

આ રીતે પોતાના નાણાંની બચત કરનાર અને બિન જરૂરી ખર્ચો ન કરનાર વ્યક્તિ સમૃધ્ધ થાય છે. આ કારણથી જ ત્રેવડને ત્રીજો ભાઈ કહેવામા આવ્યું છે. જેમ ઘરમાં એક વધુ કમાનાર હોય તો આવક વધે તેમ ત્રેવડ એટલે કે કરકસર થકી કરવામાં આવેલી બચત પણ કંઈક આ જ રીતે ઉપયોગી થાય છે.

(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)