ધોબીના જમાઈ જેવો

 

ધોબીના જમાઈ જેવો

 

 

આ કહેવત વ્યંગાત્મક છે. ધોબીને ત્યાં કપડાં ધોવાવા જાય ત્યારે કોઈક પ્રસંગે જરૂરી હોય તો તે પહેરી પણ લે એવું કહેવાય છે. ત્યારે આ તો જમાઈ રાજા… સારામાં સારાં કપડાં શોધી અને એ પહેરી વટ પાડે નહીં તો જ નવાઈ.

આ કહેવત કોઈ માણસ એકદમ સ્વચ્છ અને ઇસ્ત્રી ટાઈટ કપડાં પહેરીને નીકળ્યો હોય તારે વ્યંગમાં અથવા ટીખળ કરવા વપરાય છે કે, “ઓહો!… આજે તો ધોબીના જમાઈ જેવા લાગો છો! વટ પડે છે!!”

(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]