અમદાવાદ: અમેરિકાનાં રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ફર્સ્ટ લેડી મેલેનિયા ટ્રમ્પ અમદાવાદની મુલાકાતે આવી રહ્યા છે. જેને લઈને અમેરિકાની એજન્સીઓ અને તેમની સિક્યુરિટીની અમદાવાદમાં તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આજે સવારે અમદાવાદ એરપોર્ટ પર અમેરિકન એરફોર્સનું એક હરક્યુલ્સ વિમાન આવી પહોંચ્યું હતું. આ વિમાનમાં ટ્રમ્પ સાથે રહેનારી ગાડીઓ અને અન્ય સામાન ઉતારવામાં આવ્યો છે. ટ્રમ્પના કાફલામાં ગાડીઓ અને અન્ય સિક્યુરિટી જેવા કે સ્નાઇપર અને ફાયર સેફટી સિસ્ટમ અને સ્પાય કેમેરા સહિતની વસ્તુઓ વિમાનમાં લાવવામાં આવી છે.
અમેરિકન રાષ્ટ્રપતિને અમદાવાદ એરપોર્ટ પર ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવશે.
પીએમ મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ અરપોર્ટથી ગાંધી આશ્રમ જશે. ત્યાં 25 મિનિટ જેટલો સમય પસાર કરશે.
ગાંધી આશ્રમ બાદ બંને નેતાઓ બપોરે 1:15 વાગ્યે મોટેરા સ્ટેડિયમ પહોંચશે.
એરપોર્ટ સર્કલ અને ઈન્દિરાબ્રિજ થઈ મોટેરા સ્ટેડિયમ સુધીના 22 કિલોમીટરમાં રોડ-શો યોજાશે.
એરપોર્ટથી ગાંધી આશ્રમ વચ્ચેના રોડ-શો ને ‘ઈન્ડિયા શો’ અને ગાંધી આશ્રમથી પરત ઈન્દિરાબ્રિજ સુધીના રોડ-શો ને ‘વિવિધતામાં એકતા’ નું નામ અપાયું છે.
ઈન્ડિયા શો માં 28 રાજયો પોતપોતાની સંસ્કૃતિ બતાવશે. જયારે વિવિધતામાં એકતામાં વિવિધ ધર્મ-સંપ્રદાયના લોકો જોડાશે.
રોડ શોમાં ટ્રમ્પ-મોદીને આવકારવા 350થી વધુ હોર્ડિંગ્સ લગાવાશે.
રોડ શો દરમ્યાન 10 હજાર પોલીસ જવાન રસ્તાની બંને તરફ સુરક્ષામાં તહેનાત રહેશે.
ટ્રમ્પની 150 મિનિટની મુલાકાત વખતે 25 હજાર જવાન તહેનાત રહેશે.
સ્ટેડિયમમાં 30 બેડની સ્પેશિયલ હોસ્પિટલ તૈયાર કરાઈ છે. તેમાં ટ્રમ્પ, મેલેનિયા અને મોદી સિવાય મુખ્ય વીવીઆઈપીના બ્લડ ગ્રૂપ રખાયા છે.
ટ્રમ્પના સુરક્ષાકર્મીઓ માટે મર્સિડિઝ, બીએમડબલ્યુ સહિત હાઈ સિક્યોરિટી ફિચર્સ ધરાવતી 300 કારની વ્યવસ્થા કરાઈ છે.
આ કાર ફક્ત અમેરિકન પ્રમુખની સુરક્ષામાં તહેનાત લોકો માટે જ હશે.
વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમનું ઉદ્ધાટન ડોનાલ્ડ ટ્રમ્પના હસ્તે
મોટેરા સ્ટેડિય ખાતે પહેલા મોદી અને પછી ટ્રમ્પનું ભાષણ.
ગુજરાતની પરંપરાના ભાગરૂપે ટ્રમ્પને ભેટસ્વરૂપે વિશ્વ વિખ્યાત પાટણનું પટોળું અને વર્લ્ડ હેરિટેજ સાઈટમાં સ્થાન પામેલી પાટણની ‘રાણી કી વાવ’ની પ્રતિકૃતિ પીએમ મોદી દ્વારા આપવામાં આવશે.