શ્રીહરિકોટાઃ દેશનો અંતરિક્ષ કાર્યક્રમ આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટામાં સતીશ ધવન અંતરિક્ષમાં સ્પેસ ડોકિંગ એક્સપેરિમેન્ટ એટલે કે લક્ષ્ય હાંસલ કરવા માટે તૈયાર છે. સ્પાડેક્સ મિશનના લોન્ચિંગની સાથે ઇસરો લાંબી છલાંગ લગાવવા માટે તૈયાર છે.
ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) સોમવારે રાત્રે 9:58 વાગ્યે PSLV-C60 રોકેટનો ઉપયોગ કરીને બે ઉપગ્રહો લોન્ચ કરશે. આ મિશન ભારત માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે આ દ્વારા ભારત અમેરિકા, રશિયા અને ચીનની એલિટ ક્લબમાં સામેલ થઈ જશે, જેમણે અવકાશમાં ડોકિંગ અને અનડોકિંગ ટેક્નોલોજીનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે. આ સિદ્ધિ બાદ ભારત આ ટેકનોલોજીનો સફળતાપૂર્વક ઉપયોગ કરનારો વિશ્વનો ચોથો દેશ બની જશે.આ મિશનને સ્પેસ ડોકિંગ એક્સપેરિમેન્ટ (SPADEX) નામ આપવામાં આવ્યું છે. જે અંતર્ગત SDX-01 અને SDX-02 નામના બે ઉપગ્રહોને અવકાશમાં સ્થાપિત કરવામાં આવશે. આ ઉપગ્રહોને પૃથ્વીની ભ્રમણ કક્ષામાં 476 કિલોમીટરની ઊંચાઈએ સ્થાપિત કરવામાં આવશે. આ ઉપગ્રહોના સફળ પ્રક્ષેપણ પછી આ ઉપગ્રહો દ્વારા જાન્યુઆરી 2025ના પ્રથમ સપ્તાહથી અવકાશમાં (જોઈન્ટ કરવું અને અલગ કરવાની પ્રક્રિયા) ડોકિંગ અને અનડોકિંગની ટેક્નોલોજીનું પરીક્ષણ શરૂ થશે.
🎉 Launch Day is Here! 🚀
Tonight at precisely 10:00:15 PM, PSLV-C60 with SpaDeX and innovative payloads are set for liftoff.
SpaDeX (Space Docking Experiment) is a pioneering mission to establish India’s capability in orbital docking, a key technology for future human… pic.twitter.com/147ywcLP0f
— ISRO (@isro) December 30, 2024
સ્પેસ મિશનમાં ડોકિંગ ટેક્નોલોજીનું મહત્વ ખૂબ જ વિશેષ છે. આ ટેક્નોલોજી અંતરિક્ષમાં અવકાશયાનને એકબીજા સાથે જોડવાની ક્ષમતા પૂરી પાડે છે. લાંબા ગાળાના અવકાશ મિશન, માનવ મિશન અને અવકાશયાનને પુરવઠો મોકલવા જેવાં મહત્વપૂર્ણ કાર્યોમાં તેનો ઉપયોગ થાય છે. ઈસરોનું આ મિશન ભારત માટે અવકાશ વિજ્ઞાનના ક્ષેત્રમાં માત્ર એક નવી શરૂઆત નથી, પરંતુ તે ભવિષ્યના અવકાશ મિશન માટે પણ માર્ગ મોકળો કરશે.
આ મિશન માટે PSLV-C60 રોકેટની પસંદગી કરવામાં આવી છે. આ ISROનું મુખ્ય અને વિશ્વસનીય પ્રક્ષેપણ છે. આ રોકેટ પહેલેથી જ ઘણાં મહત્વપૂર્ણ મિશનને સફળતાપૂર્વક પાર પાડી ચૂક્યું છે. ઈસરોએ જણાવ્યું હતું કે સ્પેસેક્સ મિશન દ્વારા ડોકિંગ ટેક્નોલોજીનું પરીક્ષણ અને વિકાસ ભારતના અવકાશ મિશનને આત્મનિર્ભર અને અદ્યતન બનાવશે. આ મિશન ISROની તકનિકી ક્ષમતા અને વૈશ્વિક અવકાશ સંશોધનમાં ભારતની ભૂમિકાને વધુ મજબૂત બનાવશે.
સ્પેસેક્સ મિશનને લઈને માત્ર દેશમાં જ નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ઉત્સુકતા છે. આ મિશનની સફળતા ભારતને અવકાશ વિજ્ઞાનના નવા આયામો તરફ લઈ જશે. આ મિશન ભારતના અવકાશ સંશોધનને વધુ મજબૂત કરશે અને ભવિષ્યના માનવસહિત અવકાશ મિશન માટે મજબૂત પાયો નાખશે.