ગુજરાતમાં લગભગ બધાજ વન્ય વિસ્તારોમાં સરળતાથી જોવા મળતા કોમન હુપો કે યુરેશીયન હુપો ને ગુજરાતમાં “હુદ- હુદ” કે “ઘંટીટાંકણો” તરીકે પણ ઓળખવામાં આવે છે. આ પક્ષીએ ઈઝરાઈલનું રાષ્ટ્રીય પક્ષી પણ છે. ખૂબજ સુંદર દેખાવ, માથે કલગી અને લાંબી ચાંચ ધરાવતું આ પક્ષી આપણે પહેલી નજરે લક્કડખોદ જેવું લાગે પણ તે લક્કડખોદ કુળનું નથી.
કોમન હુપો તેમનો માળો ઝાડની બખોલમાં કે ત્યજી દિધેલા ઉધઈના રાફડાના કાણામાં અથવા તો પથ્થરની બખોલમાં બનાવે છે. કોમન હુપોનો ખોરાક સામાન્ય રીતે જીવ જંતુઓ, દેડકા, નાના સરીસૃપ વગેરે હોય છે.