HMPV વાયરસની ગુજરાતમાં એન્ટ્રી, અમદાવાદમાં 2 મહિનાનું બાળક પોઝિટિવ

ચીનમાં હાલ હાહાકાર મચાવતા HMPV વાઇરસને લઈ મહત્વના સમચાર મળી રહ્યા છે. આ મામલે રાજ્ય સરકારનું આરોગ્ય વિભાગ સતર્ક બન્યું હતું. કેન્દ્ર દ્વારા ઇમરજન્સી બેઠક પણ બોલાવવામાં આવી છે. તેવામાં ગુજરાતમાં પણ પ્રથમ કેસ નોંધાઇ ચુક્યો છે. પહેલા કર્ણાટક હવે ગુજરાતમાં પણ આ વાયરસનો પ્રથમ કેસ નોંધાઇ ચુક્યો છે. 2 મહિનાની બાળકીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ બાળકની હાલ અમદાવાદની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

મળતી માહિતી મુજબ, ચીનના ખતરનાક વાયરસની ભારતની સાથે ગુજરાતમાં પણ એન્ટ્રી થઈ ચૂકી છે. 2 મહિનાના બાળકનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. બાળકને અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. ખાનગી લેબ માં બાળકો HMVP રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. બાળક મૂળ મોડાસા પાસેના ગામનું છે. અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં તેને દાખલ કરવામાં આવ્યો છે. હાલ તેની તબિયત સ્થિર છે. બાળકને શરદી અને તાવના લક્ષણો જોવા મળતા તેને અમદાવાદ લવાયો હતો. ઉલ્લેખનીય છે કે કર્ણાટકમાં HMPV વાયરસના બે કેસ સામે આવ્યા છે. બેંગલુરુની એક હોસ્પિટલમાં આઠ મહિનાની બાળકીમાં HMPV વાયરસ મળી આવ્યો છે. આરોગ્ય વિભાગનું કહેવું છે કે અમે અમારી લેબમાં તેનું પરીક્ષણ કર્યું નથી. ખાનગી હોસ્પિટલમાં આ કેસનો રિપોર્ટ આવ્યો છે. નોંધનીય છે કે HMPV સામાન્ય રીતે બાળકોમાં જ જોવા મળે છે. HMPV તમામ ફ્લૂ નમૂનાઓમાં 0.7 ટકા હિસ્સો ધરાવે છે. આ વાયરસનો સ્ટ્રેન શું છે તે હજુ સુધી જાણી શકાયું નથી.