આજની જીવનશૈલીમાં વિટામીન ડીની ઊણપ ઘણી ઝડપથી વધી રહી છે. ઠંડની ઋતુમાં ભલે તમને તડકો ખાવો પસંદ હોય પણ ચિંતાજનક વાત એ છે કે, ઠંડીની ઋતુમાં તડકામાંથી મળતા વિટામીન ડીની ઉણપના કિસ્સા વધતા જાય છે. ઠંડીની ઋતુમાં એક તરફ જીભને અનેક નવા સ્વાદ ચાખવા મળે છે તો બીજી તરફ સ્વાસ્થ્ય સાથે જોડાયેલી કેટલીક નવી મુશ્કેલીઓ પણ સામે આવે છે. આ ઋતુમાં હ્રદય રોગ અને સ્ટ્રોકના ખતરો વધી જાય છે આ સાથે ઠંડીની ઋતુમાં વિટામીન સી ની ઉણપ પણ જોવા મળે છે. તેનું કારણ છે કે, મોટાભાગે લોકો ઠંડીથી બચવા માટે ઘરની અંદર જ રહેતા હોય છે અને તડકાનો સામનો નહિવત્ત પ્રમાણમાં કરતા હોય છે. જેથી વિટામીન ડીની ઉણપના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે.
ઘણાં એવા લોકો ડોક્ટરની સલાહ વિના વિટામીન ડીની દવા લેવાનું શરૂ કરી દે છે, પરંતુ આવી રીતે લીધેલ વિટામીન ડીની દવા તમારા શરીરને હાની પહોંચાડી શકે છે. વિટામીન ડીની દવા લેતી વખતે સાવચેતી રાખવી જોઈએ. પહેલા એ જાણી લેવું જોઈએ કે શરીરને વધુ વિટામીન ડી લેવાની જરૂર છે કે કેમ.
વિટામીન ડી તમારા શરીરને મજબૂત બનાવવાની સાથે એ અનેક રોગો સામે લડવામાં પણ મદદરૂપ થાય છે. તમે તમારી રોજીંદી જરુરીયાતનું વિટામીન ડી સવારના કુમળા તડકામાંથી મેળવી શકો છો પણ એના માટે તમારે રોજ ઓછામાં ઓછી 30 મિનિટ સુધી તડકો ખાવો જરુરી છે. તો આવો જાણીએ કે, રોજ અડધા કલાક તડાકમાં બેસવાથી કેટલા ફાયદા થાય છે.
|
વિટામીન ડીની ઉણપના લક્ષણો
|
આજના સમયમાં વિટામીન ડીની ઊણપની સમસ્યાએ ઘણું જોર પકડ્યું છે. NCBI પ્રમાણે, દુનિયાની વસ્તીના 50 ટકા વિટામીન ડીની ઊણપની સમસ્યાથી લડી રહ્યા છે. દરેક વ્યક્તિએ નિયમિત રૂપે રોજનું ઓછામાં ઓછું 10 20 માઈક્રોગ્રામ વિટામીન ડી લેવું જરૂરી છે. આના માટે તમારે વિટામીન ડીના સપ્લિમેન્ટ લઈ શકો છો. આ ડોક્ટરની સલાહ વિના ન લેવું જોઈએ. 150mg/dl થી વધુ લોકો વિટામીન ડી ટોક્સિક હોય છે. યોગ્ય માત્રા 20 30mg/ml હોય છે અને સુરક્ષિત સ્તરથી ઉપર કે મહત્તમ સ્તર 60mg/ml માનવામાં આવે છે.
એ વાતનું ધ્યાન રાખો કે, તમે વિટામીનથી ભરપૂર આહાર જરુર લો. એક સ્વસ્થ જીવન માટે એ ખૂબ જ જરુરી છે. જો તમને ઉપર જણાવેલા લક્ષણોમાંથી કોઈ પણ લક્ષણ તમારા શરીરમાં જોવા મળે તો તાત્કાલિક તમારા ડોક્ટરની સલાહ લેવી જોઈએ.